અભિનેતા સોનુ સૂદની પત્નીને નડ્યો માર્ગ અકસ્માત, ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સોનુ સુદની પત્ની સોનાલી સુદની કારને મુંબઈ-નાગપુર હાઇવે પર એક માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં સોનાલી તેની બહેન અને ભત્રીજા સાથે મુસાફરી કરી રહી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાેઈ શકાય છે કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
આ અકસ્માત અંગે અહેવાલો અનુસાર, સોનાલી સુદનો અકસ્માત સોમવારે મોડી રાત્રે મુંબઈ-નાગપુર હાઇવે પર થયો હતો. તે તેની બહેન અને ભત્રીજા સાથે ક્યાંક જઈ રહી હતી. તેમની કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં સોનુ સુદની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ છે. સોનુ સુદે તેની પત્નીની સ્થિતિ વિશે માહિતી આપી અને કહ્યું, ‘તે હવે ઠીક છે. ભગવાનની કૃપાથી તે બચી ગઈ છે.‘
Recent Comments