બોલિવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક આવ્યો છે. જેની સારવાર માટે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, હાર્ટ એટેકના કારણે અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના એક સંબંધીએ તબિયત અંગે અપડેટ આપતા કહ્યું છે, કે ‘તેમની તબિયત લથડી ત્યારે હું ત્યાં તેમની સામે જ હતો. તેમની તબિયત લથડતા જ એક બહેને તાત્કાલિક દવા આપી હતી, જેનાથી તેમને થોડો સમય રાહત મળી. તેટલા સમયમાં જ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને સમયસર સારવાર મળી ગઈ. હાલ તેઓ ખતરાની બહાર છે. ડોક્ટર્સ સતત દેખરેખ રાખી રહ્યા છે.’ તેમની ઉંમર ૭૦ વર્ષની છે
અને ઈન્ડસ્ટ્રીમાં સિનિયર એક્ટર છે. તેમના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ જલ્દી જ સાજા થઈ જાય. જાેકે તેમના પરિવાર તરફથી તેમના સ્વાસ્થ્ય મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. એક્ટર ટીકુ તલસાણિયાનો જન્મ ૧૯૫૪માં થયો હતો. તેણે ૧૯૮૪માં લોકપ્રિય શો ‘યે જાે હૈ ઝિંદગી’થી અભિનયની શરૂઆત કરી હતી. ૧૯૮૬માં તેણે ફિલ્મ ‘પ્યાર કે દો પલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમણે વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા છે, તેઓ તેમની કોમિક ભૂમિકાઓ માટે સૌથી વધુ જાણીતા છે.
તેની કોમેડીની સ્ટાઈલ અને ટાઈમિંગ બંને અદ્દભૂત છે. તેમજ તેમની ડાયલોગ ડિલિવરી પણ ખૂબ જ સરસ છે. ટીકુ તલસાણિયાએ વર્ષ ૧૯૮૪માં ટીવી શો ‘યે જાે હૈ ઝિંદગી’થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી, ૧૯૮૬માં, તેમણે ‘પ્યાર કે દો પલ’, ‘ફરજ’ અને ‘અસલી નકલી’ નામની ફિલ્મો કરી. એક્ટરે સહાયક ભૂમિકા ભજવીને લોકોને પડદા પર ખૂબ હસાવ્યા. તેમણે ‘બોલ રાધા બોલ’, ‘કુલી નંબર ૧’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘હીરો નંબર ૧’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘વિરાસત’ અને ‘હંગામા ૨’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ટીકુ તલસાણિયા ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં પણ કામ કર્યું છે. આમ તો તેમને ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જાે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે ‘કોઈને કહેશો નહિ’, ‘કંઇક કરને યાર’, ‘તૃપ્તિ’, ‘આવ તારું કરી નાખું’, ‘વાર તહેવાર’, ‘વ્હાલમ જાઓ ને’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

















Recent Comments