બોલિવૂડ

એટલીની ફિલ્મ માટે અભિનેત્રી મૃણાલ ઠાકુર લુક ટેસ્ટ આપ્યો

ફિલ્મમેકર એટલીની અલ્લૂ અર્જુન સાથેની એક્શન ફિલ્મમાં હવે અભિનેત્રી મૃણાલ ઠાકુરને ફાઇનલ કરવામાં આવી હોવાનું મીડિયા સૂત્રો દ્વારા કહેવાય રહ્યું છે. આ ફિલ્મ માટે દીપિકા પદુકોણ અને જાહ્નવી કપૂર સાથે વાતચીત ચાલી રહી છે.
અભિનેત્રી મૃણાલે હાલમાં જ મુંબઇના એક સ્ટુડિયોમાં આ ફિલ્મ માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. હજુ ગયાં સપ્તાહે અલ્લુ અર્જૂન પણ આ ફિલ્મનો લૂક ટેસ્ટ આપવા માટે ખાસ મુંબઈ આવ્યો હતો અને તેણે બાંદરા વિસ્તારમાં એક સ્ટુડિયોમાં લૂક ટેસ્ટ આપ્યો હોવાના ફોટા વાયરલ થયા હતા.
આ એક્શન ફિલ્મમાં અલ્લુ અર્જુન પહેલીવાર ડબલ રોલ કરવાનો છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ ગયું છે. અલ્લૂ અર્જુન અને એટલી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

Related Posts