fbpx
રાષ્ટ્રીય

અદાણીગ્રુપના નિવેદન બાદ અદાણીના શેરમાં શરૂઆતી ટ્રેડિંગમાં વધારો નોંધાયો

અદાણી ગ્રુપની તમામ માર્કેટ લિસ્ટેડ કંપનીઓના શેરમાં બુધવારે શરૂઆતી ટ્રેડિંગમાં વધારો નોંધાયો હતો. મ્જીઈ પર, અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર ૭.૭૧ ટકા, અદાણી પાવર ૫.૯૬ ટકા, અદાણી ટોટલ ગેસ ૪.૭૦ ટકા, અદાણી ગ્રીન એનર્જી ૪.૩૪ ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ ૪.૧૫ ટકા વધ્યો હતો. દ્ગડ્ઢ્‌ફનો શેર ૩.૬૧ ટકા, અદાણી વિલ્મર ૨.૭૮ ટકા, અંબુજા સિમેન્ટ્‌સ ૧.૯૨ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૬૭ ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ ૧.૭૧ ટકા અને છઝ્રઝ્ર ૧.૩૭ ટકા વધ્યો હતો. મંગળવારે અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો.

અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી વધુ સાત ટકાનો વધારો નોંધાયો હતો. દરમિયાન, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે બુધવારે જણાવ્યું હતું કે અબજાેપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર કથિત લાંચના કેસમાં યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (હ્લઝ્રઁછ) ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. કંપનીએ જણાવ્યું હતું કે તેના પર સિક્યોરિટીઝ છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં નાણાકીય દંડ લાદવાનો સમાવેશ થાય છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે શેરબજારને જાણ કરી હતી કે આ ત્રણેય પર હ્લઝ્રઁછ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરતા અહેવાલો “ખોટા” છે. તેમની સામે દંડ અથવા સજા સાથે શિક્ષાપાત્ર ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. કંપનીની માહિતી અનુસાર, “ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ ઇન્ડિક્ટમેન્ટ અથવા યુએસ જીઈઝ્ર સિવિલ ફરિયાદમાં નિર્ધારિત હ્લઝ્રઁછના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી.” “આ નિર્દેશકો પર ફોજદારી આરોપમાં ત્રણ આરોપ મૂકવામાં આવ્યા છે,” તે જણાવ્યું હતું. “તેઓ પર સિક્યોરિટીઝ છેતરપિંડી કરવાના ષડયંત્ર, વાયર છેતરપિંડીનું કાવતરું અને સિક્યોરિટીઝ છેતરપિંડીનો આરોપ છે.” અદાણી જૂથે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે તેના બચાવ માટે તમામ શક્ય કાનૂની મદદ લેશે.

Follow Me:

Related Posts