અમરેલી

શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં વ્યસન મુકિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલા માં નશાબંધી અને આબકારી વિભાગ-ગાંધીનગર નિયામકશ્રી ની સુચના અનુસાર વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે પ્રચાર પ્રસાર માટે તા. ૨ થી ૯  ઓકટોબર દરમિયાન વિવિધ સંસ્થાઓ અને જુદાજુદા સ્થળે, જુદાજુદા વ્યસન મુકિ ના કાર્યક્રમો યોજવામાં આવે છે, તે અંતર્ગત  શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં ‘નશાબંધી અને આબકારી વિભાગ- અમરેલી’ ના અધિક્ષક શ્રી બી. પી.જાડેજા સાહેબ દ્વારા  ‘વ્યસન મુક્તિ’ કાર્યક્રમનું આયોજન તા. 06-10-2025 ના કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં તાલીમાર્થી વિધાર્થીની બહેનો દ્વારા વ્યસનથી થતા નુકસાન, વ્યસન ના લીધે થતી બરબાદી અને તેને અટકાવવાના ઉપાયો વિષયક સુંદર મજાનું ‘વક્તૃત્વ સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ‘ગરબા સ્પર્ધા’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થી બહેનોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારને ઇનામ પ્રમાણપત્ર અને ટ્રોફી મુવમેન્ટ આપવામાં આવ્યા હતાં. તથા ભાગ લેનાર તમાંમ તાલીમાર્થી વિધાર્થીની બહેનો ને પ્રમાણપત્ર અને પેન આપવામાં આવ્યા હતા. તાલીમાર્થી વિધાર્થીની બહેનો દ્વારા આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી વિભાગ-અમરેલી ના કાર્યક્રમ કોર્ડીનેટર શ્રી દવે અગ્નીબેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી મહિલા અધ્યાપન મંદિર ના મંડળના પ્રમુખશ્રી નીલાબેન વાઘાણી અને બટુકભાઈ ભડકોલીયા હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મહિલા અધ્યાપનના આચાર્ય બાબુભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની તૈયારી અને સફળતા માટે અધ્યાપન મંદિરના અધ્યાપકોએ સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમના અંતે વ્યસન મુક્તિ અને એ માટેના શક્ય પ્રયાસોની તાલિમાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું

Related Posts