પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગર ઝોન ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભાવનગર ઝોનના
અધિક કલેક્ટર ડી.એન. સતાણી, ચીફ ઓફિસર આર.સી. દવે તથા કાર્યપાલક ઈજનેર દ્વારા નગરપાલિકા ચીફ
ઓફિસર તથા મ્યુનિસિપલ ઈજનેરને સાથે રાખીને ભાવનગર ઝોન હેઠળ કાર્યરત અમરેલી જિલ્લાની અમરેલી, લાઠી
અને દામનગર નગરપાલિકા તથા ભાવનગર જિલ્લાની સિહોર નગરપાલિકાના ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ
(ડી.એલ.પી.) અને નોન ડી.એલ.પી. રોડ-રસ્તાની સ્થળ મુલાકાત લીધી હતી.
અધિક કલેક્ટરે સ્થળ પર જ નગરપાલિકાના ચીફ ઓફિસરોને નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર, કંપની
સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી બ્લેકલિસ્ટ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. આ કામગીરી બાદ તંત્ર દ્વારા રિપોર્ટ
રાજ્ય સરકારને મોકલવામાં આવશે, જેથી આગળની કાર્યવાહી ઝડપથી થઈ શકે.
બોક્સ આઈટમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં છેલ્લાં વર્ષમાં નિર્માણ પામેલા જે રસ્તા તૂટ્યા હોય, ધોવાયા હોય તેવા
માર્ગોને બાંધનારા કોન્ટ્રાક્ટર, કંપનીઓને તત્કાળ બ્લેકલિસ્ટ કરવા આદેશ કર્યો છે. રાજ્યમાં તુટેલા રસ્તા, રિસર્ફેસિંગ-
રીપેરીંગ કામોની સમીક્ષા માટે ગુરૂવારે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાન – સી.એમ. હાઉસમાં રાજ્યના ૨૫ સિનિયર
આઈ.એ.એસ. અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી.
ભાવનગર અને અમરેલી જિલ્લાની નગરપાલિકાઓના માર્ગોની મુલાકાતે ભાવનગર ઝોનના અધિક કલેક્ટર; ખામીઓ સામે તરત જ પગલાંની ભલામણ

















Recent Comments