fbpx
ગુજરાત

અમદાવાદના પેસેન્જરોની સુવિધામાં માટે ભારતના ચાર મહત્વના શહેરોની જાેડતી ડાયરેક્ટ ફલાઈટ સેવા શરૂ કરવામાં આવી

અમદાવાદના મુસાફરોને હવે મહત્વના ચાર શહેરોમાં મુસાફરી કરવી વધુ સરળ બની છે. અમદાવાદના મુસાફરોને હવે મહત્વના ચાર શહેરોમાં મુસાફરી કરવી વધુ સરળ બની છે. આજથી કોચિન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને ગુવાહાટી જવા માટે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા અમદાવાદથી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે અમદાવાદથી કોલકાતા જવા માટે ફક્ત એક ફ્લાઈટ કાર્યરત જ હતી, પરંતુ પેસેન્જરના ધસારાને પગલે હવે સાંજના સમયે બીજી ફ્લાઈટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઈન્ડિયો એરલાયન્સ દ્વારા અમદાવાદના મુસાફરોને વધુ સુવિધા આપવામાં આવી છે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરતા મુસાફરી વધુ આરામદાયક બનશે.

આજથી અમદાવાદ- ત્રિવેન્દ્રમ અને કોચિન, અમદાવાદ ગુવાહાટી અને અમદાવાદ કોલકાતાની સીધી ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી કોલકાતા જવા માટે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા હાલ એક ફ્લાઈટ ચાલી જ રહી છે અને હવે એરલાઈન્સ દ્વારા વધુ એક ફ્લાઈટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જાણો કઈ ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટની સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ફરશે. આ ફલાઈટ અમદાવાદથી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સાંજે ૪ઃ૨૫ કલાકે ઉડાન ભરશે અને સાંજે ૭ઃ૦૫ કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે. ત્રિવેન્દ્રમથી આ ફ્લાઈટ સાંજે ૭ઃ૩૫ કલાકે ઉડાન ભરશે, જે અમદાવાદ રાત્રે ૯ઃ૫૫ કલાકે પહોંચશે.

અમદાવાદથી કોચિન ફ્લાઇટ સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે, જે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે ૪ઃ૨૫ કલાકે ઉડાન ભરશે અને સાંજે ૬ઃ૪૫ કલાકે કોચિન પહોંચાડશે. કોચિનથી અમદાવાદ આવવા માટે એ જ દિવસે સાંજે ૭ઃ૧૫ કલાકે કોચિનથી ઉડાન ભરશે અને રાત્રે ૯ઃ૫૦ કલાકે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી ગુવાહાટી જવા માટે ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ મળશે, જે અમદાવાદથી સવારે ૮ઃ૩૦ કલાકે ઉડાન ફરશે અને સવારે ૧૧ઃ૧૫ કલાકે ગુવાહાટી પહોંચશે. ગુવાહાટીથી અમદાવાદ આવવા માટે સાંજે ૪ઃ૫૫ કલાકે ઉડાન ભરશે અને રાત્રે ૮ઃ૩૫ કલાકે અમદાવાદ પહોંચશે. કોલકાતા જવા માટે હવે અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે ૯ઃ૨૦ કલાકે ફ્લાઈટ ઉડાન ભરશે, જે રાત્રે ૧૧ઃ૪૫ કલાકે કોલકાતા પહોંચાડશે. કોલકાતાથી અમદાવાદ આવવા માટે બપોરે ૧૨ઃ૫૦ કલાકે ઉડાન ભરશે, જે બપોરે ૩ઃ૪૫ કલાકે અમદાવાદ પહોંચાડશે.

Follow Me:

Related Posts