fbpx
ગુજરાત

સુરેન્દ્રનગરમાં લેબર કોન્ટ્રાક્ટર માટે એડિશનલ જિલ્લા કલેક્ટરે સ્પેશિયલ જાહેરનામુ બહાર પાડ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ મજુર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો રોડ રસ્તાના કામ, ઔદ્યોગિક કામ, અન્ય બાંધકામ કે ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજ્યોનાં મજુરો કામે રાખે ત્યારે તમામ વિગતો સાથેની માહિતી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવા અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આ જાહેરનામાં અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇપણ મજુર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો જયારે મજુરો કામે રાખે ત્યારે નિયત ફોર્મમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેબર કોન્ટ્રાકટર/મુકાદમ નું પુરૂ નામ, સરનામું, મોબાઈલ નંબર, મજુરનું નામ, વર્ષ, મૂળ વતનનું પૂરું સરનામું, હાલની મજુરીનું સ્થળ/ કંપનીનું નામ, મજુરના વતનના સ્થાનિક પોલીસ સ્ટેશનનું નામ તથા જિલ્લો અને ટેલીફોન નંબર, મજુરના વતનના આગેવાનનું નામ, સરનામું, સંપર્ક નંબર, મજુર અગાઉ કોઈ પોલીસ ગુનામાં પકડાયેલ હોય તો તેની વિગત, મુકાદમે/કોન્ટ્રાકટરે મજૂરી કામ માટે ક્યારથી રાખેલ છે. ઉપરાંત ઓળખ માટેનું આઈ.ડી. પ્રૂફ(ફોટા સાથેનું), જિલ્લામાં કઈ તારીખથી મજુરી કામ કરે છે?અને કઈ તારીખે જવાનો છે, જિલ્લામાં નજીકના સંબંધી હોય તો તેનું નામ, સરનામું અને સંપર્ક નંબર સહીતની ફોર્મ મુજબની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવા સુરેન્દ્રનગર અધિક મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયુ છે.આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાે કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

Follow Me:

Related Posts