ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ (દિવ્યાંગ
ઉમેંદવારોની ખાસ ભરતી) (જા.ક્ર.૧૨૭/૨૦૨૪-૨૫) અને નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩
(જા.ક્ર. ૦૮/૨૦૨૫-૨૬) ની જગ્યાઓ પર ભરતી માટેની પ્રિલીમીનરી પરીક્ષા ભાવનગર શહેરમાં આગામી
તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી,
શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં
અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ
જળવાઈ રહે તે માટે જરૂરી પ્રતિબંધ મુકવા આવશ્યક જણાઇ આવે છે.
જેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) મુજબ મળેલ સત્તાની
રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા આગામી તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ ઉપરોક્ત પરીક્ષાના દિવસે
પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં
ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક
સાધનોનાં ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેનાં ઉપયોગ
પર, ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ૪ કે તેથી વધુ માણસોનાં એકઠા થવા પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત
વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.
જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના
ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.


















Recent Comments