માહિતી બ્યુરો, ભાવનગર
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા National Eligibility cum Entrance Test (NEET-UG)-2025 ની લેખીત પરીક્ષા
ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે
પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની
આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને
વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે
તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.
જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની
ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ
સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનાં ઉપયોગ પર, ૨૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોનાં
એકઠા થવા પર, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેનાં ઉપયોગ પર
તથા પરિક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.
જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના
ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.
ક્રિષ્ના ધોબી
સમાચાર સંખ્યા : ૨૯૪
ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ તા. ૨૮ મે ના રોજ યોજાશે
માહિતી બ્યુરો, ભાવનગર
ભાવનગર તાલુકા કક્ષાનો મે -૨૦૨૫ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૮/૦૫/૨૦૨૫ (બુધવાર)
ના રોજ સવારે ૧૧ કલાકે તાલુકા મામલતદા૨ કચેરી, આઈ.ટી.આઈ વાળો ખાંચો, વિધ્યાનગર, ભાવનગર ખાતે
યોજવામાં આવના૨ છે. પોલીસ અઘિક્ષકશ્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભાવનગર તાલુકાનાં પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના પ્રશ્નો માટે સંબધિત તલાટીકમ મંત્રીને તથા તાલુકા કક્ષાના
પ્રશ્નો હોય તો તા.૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મામલતદાર , ભાવનગર (ગ્રામ્ય) , ભાવનગર કચેરીને સાદી અરજીમાં બે
નકલમાં પહોચાડવા તેમ મામલતદારશ્રી ની યાદીમાં જણાવેલ છે.
Recent Comments