માહિતી બ્યુરો, ભાવનગર
રાજયમાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૦૧-૦૬-૨૦૨૫ થી તા.૧૫-૦૮-૨૦૨૫ સુઘી યાંત્રિક
બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી ૫ર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમ છતાં
અનધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનનાં કારણે
સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલ માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવો પુરતો સંભવ
છે.
જેથી ભાવનગર જિલ્લામાં આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા માછીમારી ૫ર
પ્રતિબંધ મુકવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ભાવનગર દ્વારા દરખાસ્ત થતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-
ર૦ર૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ અઘિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા
જાહેરહિતમાં ફરમાવવામાં આવે છે કે, ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક વિસ્તારમાં કોઇપણ
માછીમારોએ કે અન્ય કોઇ વ્યક્તિએ તા.૦૧/૦૬/૨૦૨૫ થી તા.૩૦/૦૭/૨૦૨૫ (બંન્ને દિવસો સહિત) ના સમય
દરમ્યાન માછીમારી માટે સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં જવું નહી અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહી.
આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજો, લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળોની બોટો,
પગડિયા માછીમારો, નોન મોટરાઇઝડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી), મદદનીશ
મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ભાવનગર/સંબંધિત પોર્ટ ઓફિસરશ્રી અઘિકૃત કરે તેવી બોટ ને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને
અધિકાર રહેશે.
ભાવનગર જિલ્લામાં સમુદ્રમાં કે ક્રિક વિસ્તારમાં ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધી માછીમારી ૫રપ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

Recent Comments