ગુજરાત સરકાર દ્વારા પાલીતાણા શહેરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવેલ છે તેમજ યાત્રાધામ
પાલીતાણા ખાતે ભારત અને વિશ્વભરમાંથી હજારો યાત્રિકો શેત્રુંજય ગિરીરાજ પર્વત પર યાત્રા માટે આવે છે. શેત્રુંજય
પર્વત અને તેની આસપાસનો વિસ્તાર અનામત જંગલ તરીકે જાહેર થયેલ છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અને
પ્રવાસીઓ આ વિસ્તારમાં આવતા હોવાથી પ્લાસ્ટિક કચરાના કારણે પર્યાવરણ પ્રદુષણ, પવિત્ર સ્થળોની સ્વચ્છતા
પર પ્રતિકુળ અસર તથા। વન્ય જીવ માટે જોખમ સર્જાઇ શકે છે. પ્લાસ્ટિક સામગ્રી જમીનમાં વિઘટીત થતી નથી.
જેના કારણે જમીન, પાણી અને જૈવ વિવિધતાને ગંભીર નુકશાન થવાની શકયતા રહેલી છે.
મિનીસ્ટ્રી ઓફ એનવાયરોન્મેન્ટ, ફોરેસ્ટ અને કલાઇમેટ ચેન્જ, નવી દિલ્હીના જાહેરનામાથી સીંગલ યુઝ
પ્લાસ્ટિક પર પ્રતિબંધ અમલમાં છે. જેથી યાત્રાઘામની પવિત્રતા જળવાઈ રહે તથા પ્રદુષણ મુકત રહે તે માટે
પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડથી શરૂ કરી સમગ્ર શેત્રુંજય ડુંગરના આજુબાજુના ૫૦૦ મીટર હેઠળના વિસ્તારમાં
પ્લાસ્ટિક વેસ્ટેજ/કચરો જાહેરમાં ફેકવા ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી,
પાલીતાણાના પત્રથી અભિપ્રાય સહ દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબ જાહેરનામું પ્રસિધ્ધ કરવું યોગ્ય
જણાય છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મળેલ સત્તાની રૂઇએ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, પાલીતાણા હાઇસ્કુલ, તળેટી રોડથી શરૂ કરી
સમગ્ર શેત્રુંજય ડુંગરના આજુબાજુના ૫૦૦ મીટર હેઠળના વિસ્તારમાં ભારત સરકારશ્રીના જાહેરનામા મુજબ સીગલ
યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધની ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તથા પ્લાસ્ટિક વેસ્ટેજ/કચરો જાહેરમાં
ફેંકવા પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામું તા.૦૯/૦૧/૨૦૨૬ થી તા.૯/૦૩/૨૦૨૬ સુધી દિન-૬૦ માટે અમલમાં રહેશે. આ હુકમનો
ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામા નાં અમલ
તથા તેના ભંગ બદલ પગલાં લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રી તથા ચીફ
ઓફિસરશ્રી, નગરપાલિકા, પાલીતાણાને અધિકૃત કરવામાં આવે છે.
પાલીતાણા શેત્રુંજય યાત્રાધામ વિસ્તારમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક તથા પ્લાસ્ટિક કચરો ફેંકવા ઉપર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ


















Recent Comments