ભાવનગર

દિવાળીના તહેવારોને અનુલક્ષીને વાહન પ્રવેશબંધી અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

આગામી દિવસોમાં દિવાળી/નુતનવર્ષનો તહેવાર આવતો હોવાથી ભાવનગર શહેર મેઈન બજાર તેમજ
આજુબાજુના વિસ્તારોમાં બહારગામના તેમજ સ્થાનિક લોકો ખરીદી કરવા આવતા હોવાથી બજારોમાં ખુબ જ ઘસારો
રહે છે. જેથી તે વિસ્તારોમાં ટ્રાફીક નિયમન માટે તે રસ્તાઓ ઉપર તા.૧૬/૧૦/૨૦૨૫ થી તા.૨૧/૧૦/૨૦૨૫ સુધી
૧૪ કલાક થી ૨૪ કલાક સુધી દિન-૬ માટે વાહન પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી,
ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ફરમાવવામાં આવે છે કે, તા.૧૬/૧૦/૨૦૨૫ થી તા.૨૧/૧૦/૨૦૨૫ સુધી દરરોજ
બપોરના ૧૪ કલાક થી રાત્રિના ૨૪ કલાક સુધી ઘોઘાગેટ ઝુલેલાલ મંદિરથી એમ.જી.રોડથી ખારગેટ સુધી, શેલારશા
ચોકથી હેરીસ રોડના નાકા સુધી, બાર્ટન લાઇબ્રેરીથી વોરા બજારથી એમ.જી.રોડ સુધી, ગોળ બજારથી એમ.જી.રોડ
સુધી, ગંગાજળીયા તળાવથી હેવમોર ચોકથી ઘોઘાગેટ સુધી, હલુરીયા ચોકથી હાઈકોર્ટ રોડ થી ઘોઘાગેટ સુધી,
હલુરીયા ચોકથી પીરછલ્લા રોડથી ટી.બી, જૈન સ્કુલ એમ.જી.રોડ સુધી, ડબગરવાળી શેરીથી હાઇકોર્ટ રોડ,
હજુરપાઇગા રોડથી હાઇકોર્ટ રોડ, જમાદાર શેરીથી એમ.જી.રોડ સુધીના રસ્તાઓમાં કોઈપણ જાતના ભારે અથવા
હળવા વાહનોને લાવવા કે લઈ જવા નહીં તથા થોભાવવા કે મુકવા નહી.
આ રસ્તા પર આવતા વાહનો માટે તા.૧૬/૧૦/૨૦૨૫ થી તા.૨૧/૧૦/૨૦૨૫ સુધી દરરોજ ૧૪ કલાક થી
૨૪ કલાક સુધી વૈકલ્પિક રસ્તા તરીકે શેલારશા ચોકથી સ્ટેશન રોડ તરફ, મોતીબાગ ટાઉનથી નવાપરા ચોકથી
હલુરીયા ચોકથી દિવાનપરા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામું ફાયરબ્રીગેડના વાહનો, મહેસુલ, પોલીસ ખાતાના (ફરજ ઉપરના વાહનો), એમ્બ્યુલન્સ,
ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડના ફરજ ઉપરના વાહનો, પોસ્ટલ વાહનો, કોર્પોરેશનનાં ઈમરજન્સી વાહન, સરકારી
વાહનો, પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મિડીયાના વાહનો તથા ડેરીના વાહનોને લાગુ પડશે નહિ.

આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. આ
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા તથા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના પોલીસ સબ
ઇન્સ્પેકટરથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

Related Posts