આગામી દિવસોમાં હોળી-ધૂળેટી જેવા તહેવારો આવનાર હોય તેમજ તાજેતરમાં ભારત સરકારનો “ઓપરેશન
સિંદુર” આતંદવાદ વિરૂધ્ધ ઓપરેશન બાદ ગુપ્તચર ખાતાના અહેવાલ તથા અગાઉ થયેલ આતંકવાદી હુમલા
ઉપરથી જણાય છે કે આવા ત્રાસવાદી, અસામાજીક તત્વો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી પોતે
નકકી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જિંદગીની ખુવારી કરી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે.
જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જાહેર સુરક્ષા
અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઈસમ સુધી
પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવા માટે હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ
સેન્ટરો, મલ્ટીપ્લેક્સ થીયેટર, લોજીંગ, બોડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ
પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોર્મશિયલ સેન્ટરો ઉપર સી.સી.ટીવી. કેમેરા રાખવા અંગે જાહેરનામું
પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી,ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું
જરૂરી જણાય છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલામ (૧) અન્વયે મળેલ સત્તાની રૂઈએ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા હુકમ કરવામાં આવે છે કે, અસામાજીક પ્રવૃત્તિઓ આચરતા તત્વોને
નિયંત્રણમાં લેવા સારુ તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓના બનાવો બનતા
અટકાવી શકાય તે હેતુસર હોટલ/ગેસ્ટ હાઉસ,મોટા રેસ્ટોરન્ટ બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો,મલ્ટી પ્લેક્સ
થીયેટર,લોજીંગ,બોડીંગ,ધર્મશાળાઓ,આંગડીયા પેઢીઓ,ઔદ્યોગિક એકમો,પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા,ધાર્મિક
સ્થળો,સોના-ચાંદીની દુકાનો,કોર્મશિયલ સેન્ટરો પર સી.સી.ટી.વી. કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ
રેકોડીંગ સીસ્ટમ રાખવાથી આચરવામાં આવતી પ્રવૃત્તિને અંજામ આપતા પહેલા જ અંકુશમાં લઈ શકાય અને
ગુનાખોરી પ્રવૃતિઓ જેવી કે,ચોરી,ધાડ,ચીલ-ઝડપ જેવા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવી શકાય અને ગુન્હા
બન્યા પછી તેનો ભેદ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી રહે તે માટે ઉપરોક્ત જણાવેલ તમામ સ્થળોએ
સી.સી.ટી.વી.કેમેરા (નાઈટવિઝન તથા હાઈડેફીનેશન) વીથ રેકોડીંગ સીસ્ટમ સાથે લગાડી સબંધિત
માલિકો,મેનેજરો,સંચાલક,ટ્રસ્ટીઓએ નીચે મુજબની શરતોનો અમલ કરવાનો રહેશે.
જેમાં જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ,મોટા રેસ્ટોરન્ટ,બેંકીંગસંસ્થાઓ,એમ.ટી.એમ.સેન્ટરો,
મલ્ટીપ્લેક્ષ થીયેટર, લોજીંગ,બોડીંગ, ધર્મશાળાઓ,આંગડીયા પેઢીઓ, ઔધોગિક એકમો,ધાર્મિક સ્થળો,સોના-ચાંદીની
દુકાનો,કોમર્શિયલ સેન્ટરો,પેટ્રોલ પંપો તથા હોટલો ઉપર તથા હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝાઓ ઉપર
વાહનનો રજીસ્ટ્રેશન નંબર સ્પપષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું
વીડીયો રેકોડીંગ થઈ શકે તેમજ બેકિંગ સંસ્થાઓ,આંગડીયા પેઢીઓ,સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં
આવતા જતા તમામ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી.કેમેરા,નાઈટ વીઝન કેમેરા
હાઈડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા (નાઈટવીઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોડીંગ
સીસ્ટમની વ્યવસ્થા કરવાની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની
જવાબદારી જે તે જગ્યાના સંચાલકશ્રીની રહેશે. ઉપરોક્ત જણાવેલ સ્થળોની બહારના ભાગે પી.ટી ઝેડ,કેમેરા ગોઠવવા
તથા સ્થાળોના પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે. રીસેપ્શન
સેન્ટર,લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય,ત્યાં તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરાઓ
ગોઠવવાના રહેશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર
વ્યક્તિ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના
ભંગ બદલ પગલા લેવા હેડકોસ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે. આ
અંગેનું રેકર્ડ/માહિતી પોલીસ અધિક્ષકશ્રી,અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,સબ ડીવીઝન મેજિસ્ટ્રેટશ્રી, એક્ઝીક્યુટીવ
મેજિસ્ટ્રેટશ્રી કે તેમના તાબાના અધિકારીશ્રીઓ દ્વારા સુચના મળ્યે રજૂ કરવાની રહેશે.


















Recent Comments