ભાવનગર

પ્રબુદ્ધ સર્વોદય અગ્રણી ઓનું પ્રત્યક્ષ સમાજ કાર્ય ના પરિણામો.અને વ્યક્તિગત વિકાસ વિશે સંબોધન

વલ્લભીપુર સરકારી કોલેજ વલભીપુરમાં સમાજશાસ્ત્ર તથા ઇતિહાસ ના વિદ્યાર્થીઓ સાથે.પ્રત્યક્ષ સમાજ કાર્ય ના પરિણામો. અને વ્યક્તિગત વિકાસ વિશે સંબોધન. આચાર્ય ડૉ સુનિતાબેન યાગ્નિક તથા પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્ર મોરી ના ઈનિશેટિવ થી યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે ડૉ નાનકભાઈ ભટ્ટે ભાવનગર થી શિશુવિહાર સંસ્થાની માનવસેવા પ્રવૃત્તિ અંગેનું સાહિત્ય તથા કર્મઠ લોક સેવક માનભાઈ ના સેવા વિચાર વંદે માતરમ શતાબ્દી એ પ્રસ્તુત કર્યા હતા. ઉપરાંત ભાલ પંથકના ગામડાઓના આશાસ્પદ વિદ્યાર્થીઓને શિશુવિહાર ભાવનગર પધારવા જરૂરી સુવિધા સાથે નિમંત્રણ પાઠવી હતું.

Related Posts