અમરેલી સ્થિત સરકારી આઈ.ટી.આઈ. ખાતે વિવિધ ૨૩ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયાની શરુઆત કરવામાં આવી છે. આ સંસ્થામાં તમામ ઉમેદવારો માટે સરકારી અને ખાનગી નામાંકિત એકમોમાં પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસશીપ તથા રોજગારી પૂરી પાડતાં ઇલેક્ટ્રિશ્યિન, વાયરમેન, કેમિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેફ્રિજરેશન, કોમ્પ્યુટર, ફિટર, મિકેનિક, મોટર વ્હીકલ, ડીઝલ મિકેનિક, પ્લમ્બર સહિતના ટ્રેડમાં પ્રવેશ શરુ છે.
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સંસ્થા ખાતે મહિલા, એસ.સી, એસ.ટી, દિવ્યાંગ અને એક્સ આર્મીમેનને સંપૂર્ણ ફી માફી તેમજ જનરલ અને બક્ષીપંચ ભાઈઓને માસિક રુ.૧૦૦ની ફીમાં તાલીમ મેળવવાની તક છે.
પ્રવેશ માટે ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો તા.૩૦.૦૬.૨૦૨૫ સુધીમાં નોંધણી કરાવી શકે છે.
વિનામૂલ્યે નોંધણી માટે અમરેલી આઈ.ટી.આઈ. ખાતે હેલ્પ સેન્ટર સુવિધા નં. ૯૭૧૨૨ ૭૯૭૨૭ પર ઉપલબ્ધ છે, વ્હોટ્સ એપ પર પોતાના ડોક્યુમેન્ટ મોકલવાથી ઘરે બેઠાં પણ ફોર્મ ભરી શકાશે, તેમ અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments