ગુજરાત

માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા અનુરોધ કરતા અડવોકેટ અજીમ લાખાણી.

રાજ્ય સરકાર ની માનવ કલ્યાણ યોજના નો લાભ લઇ પગભર થવા અને સ્વમાન ભેર  જિંદગી જીવવા અડવોકેટ અજીમ લાખાણી ની અપીલ. રાજ્ય સરકારે ગરીબીરેખા માંથી લોકોને બહાર લાવવા અને સ્વમાન ભેર  જિંદગી જીવવા માટે રૂ  25000 સુધીના સાધન સહાય યોજના માનવ ગરીમા યોજના હેઠળ  જાહેર કરેલ છે જે યોજનામાં શહેરી વિસ્તારમાં રહેતા લોકોને યોજના નો લાભ લેવા અનુરોધ.

આ યોજનાનો લાભ લેવા માટે (૧) દૂધ દહીં વેચનાર (ર) ભરતકામ (૩) બ્યુટી પાર્લર (૪) પાપડ બનાવટ (પ) વાહન સર્વિસીંગ અને રીપેરીંગ (૬) પ્લમ્બર (૭) સેન્ટિંગ કામ (૮) ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ (૯) અથાણા બનાવટ (૧૦) પંચર કિટ જેવી પગભર થવાની યોજનાનો લાભ લઇ રાજ્યને અને રાષ્ટ્રને મજબૂત બનાવો.  આ યોજનાનો લાભ લેવા માંગતા  લોકોએ આધારકાર્ડ રહેણાંક નો પુરાવોજાતિ નો દાખલોઆવક નો દાખલોજે-તે વ્યવસાય નો અનુભવ નો દાખલોપ્રમાણ પત્ર જોડવાના રહેશે આપ અરજી ઈ-કુટિર પોર્ટલ (https://e-kutir.gujarat.gov.inપર ઓનલાઈન જ કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નો સંપર્ક કરી શકો છો.

Related Posts