fbpx
ગુજરાત

પોલીસમાં ખાલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું

ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૪ હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશેબીજા ફેઝની ૧૪,૨૮૩ પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશેગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૪ હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. બીજા ફેઝની ૧૪,૨૮૩ પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે. પોલીસમાં ખાલી રહેલ જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરી આ માહિતી આપવામાં આવી છે.

આ બાબતે મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ૧૪ હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. પોલીસમાં ખાલી પડેલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલ સોગંદનામામાં આ માહિતી આપવામાં આવી છે. સરકારે આપેલ માહિતી અનુસાર, બીજા ફેઝની ૧૪,૨૮૩ પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે. ૨૫,૬૬૦ માંથી ખાલી રહેલ આ ૧૪,૨૮૩ પદ માટે ભરતીની જાહેરાત ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પડાશે.

તેમજ રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ ફેઝની ૧૧૦૦૦ થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં ફિઝિકલ પરીક્ષા ચાલી રહી હોવાની જાણ કોર્ટને કરાઈ હતી. પ્રથમ ફેઝની ભરતીમાં જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા લેવાયા બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર ૨ તબક્કામાં પોલીસ વિભાગમાં ૨૫,૬૬૦ જેટલા ખાલી પદો પર સીધી ભરતી કરી રહી છે.

Follow Me:

Related Posts