ગુજરાત કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બાદ હવે કોંગ્રેસ પક્ષ ઉપનેતા અને મુખ્ય દંડક નિમણૂક કર્યા છે. આ સાથે કોંગ્રેસ દ્વારા અન્ય ૬ ઉપદંડક, મંત્રી, પ્રવક્તા અને ખજાનચીની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા શૈલેષ પરમારને કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ડૉ. કિરીટ પટેલને મુખ્ય દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જીગ્નેશ મેવાણી અને અનંત પટેલને પ્રવક્તા બનાવામાં આવ્યા છે. જ્યારે અન્ય નેતાઓને ઉપદંડક સહિતની જવાબદારી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડે થોડા દિવસ પહેલા અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બાદ હવે કોંગ્રેસ પક્ષ ઉપનેતા અને મુખ્ય દંડક નિમણૂક કર્યા

Recent Comments