fbpx
બોલિવૂડ

ગોલ્ડન ગ્લોબ બાદ પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’ હવે બાફ્ટામાં પહોંચી

ભારતીય ફિલ્મ નિર્દેશક પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’ રિલીઝ થયા બાદથી જ હિટ બની રહી છે. વિદેશોમાં પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી. હવે આ ફિલ્મને વધુ એક મોટી સફળતા મળી છે. હવે આ ફિલ્મને બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (મ્છહ્લ્‌છ ૨૦૨૫) માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ પ્રતિષ્ઠિત એવોર્ડમાં આ ફિલ્મે એક કે બે નહીં પરંતુ ત્રણ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. બાફ્ટાએ શુક્રવારે તેની ૨૫ ફિલ્મોની લાંબી યાદી જાહેર કરી છે, જેમાંથી એક પાયલ કાપડિયાની ફિલ્મ છે. ‘ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ’ને મ્છહ્લ્‌છમાં બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ફિલ્મ નોટ ઇન અંગ્રેજી કેટેગરીમાં સ્થાન મળ્યું છે.

પાયલ કાપડિયાની ફિલ્મ બાફ્ટા લોંગલિસ્ટની રજૂઆત પછી ફરી એકવાર હેડલાઇન્સનો ભાગ બની ગઈ છે અને તેને ફિલ્મ ‘મંકી મેન’ માટે શ્રેષ્ઠ મુખ્ય અભિનેતાની શ્રેણીમાં પસંદ કરવામાં આવી છે. આ સિવાય હિન્દી ફિલ્મ ‘સંતોષ’ને પણ બાફ્ટામાં સ્થાન મળ્યું છે. ડિસેમ્બર ૨૦૨૪ માં, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્‌સે વર્ષ ૨૦૨૫ માટે તેની નોમિનેશન સૂચિ બહાર પાડી. આ ફિલ્મે બે કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પ્રથમ શ્રેણી શ્રેષ્ઠ મોશન પિક્ચર્સ (નોન-અંગ્રેજી ભાષા) અને બીજી શ્રેષ્ઠ દિગ્દર્શક છે. સાથે જ આ ફિલ્મને ‘બાફ્ટા’માં પણ સામેલ કરવામાં આવી છે. મતલબ કે હવે આ ફિલ્મ બે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર એવોર્ડ જીતવાની રેસમાં છે. ‘ઓલ વી ઈમેજીન ઈઝ લાઈટ’ તાજેતરમાં ર્ં્‌્‌ પર રિલીઝ થઈ છે. જાે તમે આ ફિલ્મ જાેવા માંગતા હોવ તો તમે તેને ડ્ઢૈજહીઅ ઁઙ્મેજ ૐર્ંજંટ્ઠિ પર જાેઈ શકો છો. આ ફિલ્મ આ એપ પર ૩ જાન્યુઆરીથી સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. કોઈપણ રીતે, ગયા વર્ષે આ ફિલ્મે કાન્સમાં પણ ધૂમ મચાવી હતી. આ ફિલ્મે કાન્સનો બીજાે સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ પ્રિકસ જીત્યો હતો.

Follow Me:

Related Posts