fbpx
ગુજરાત

ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ બાદ

મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે; ગુજકોમાસોલ એક કરોડનો બદનક્ષીનો દાવો કરશેઃ દિલીપસંઘાણી ગુજકોમાસોલ પર ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પરટેકાના ભાવે મગફળીનીખરીદીમાંભ્રષ્ટાચારના આરોપધારાસભ્ય અરવિંદ લાડાણીએલગાવ્યા હતા જે બાદ ગુજકોમાસોલચેરમેનદિલીપસંઘાણી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે. બારદાન સંદર્ભેનાફેડની જવાબદારી છે. બારદાન આપવામાં મોડું થયેલું. બારદાન સંદર્ભે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરાયા છે. આ સાથે દિલીપસંઘાણીએ કહ્યું કે, ગુજકોમાસોલ એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે.

દિલીપસંઘાણીએ કહ્યું કે મને નરેન્દ્રસિંહે જણાવ્યું કે, આવા ખોટા આક્ષેપ કરીને વ્યક્તિગત અને ગુજકોમાસેલને જે રીતે બદનામ કરવામાં આવું છે. તેની સામે પરવાનગી આપો. નરેન્દ્રસિંહે કોર્ટ સમક્ષ એક કરોડનો માનહાનિનો દાવો રજૂ કર્યો છે. અને મે તેને પરવાનગી આપી છે. અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની સામે આવી નથી. મે પહેલા પણ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો મણે જાણ કરજાે. ગમે એટલા મોટા વ્યક્તિની મંડળી હોય અમે ક્ષણના વિલંબ વિના અમે પગલાં ભરીશુ. આ આક્ષેપો ફક્ત કેવા પ્રકારના થયા તે જાેયા નથી. જાે આમાં ઇન્ટરનલતપાસની જરૂર પડશે તો તે અમે કરીશુ.

Follow Me:

Related Posts