અમરેલી

મહામહેનતે આ રોડને સ્ટેટ માર્ગ અને મકાન વિભાગને સોપ્યા બાદ સાવરકુંડલા તાલુકાના વિકાસમાટેપીઠવડી–ગાધકડા–રોડ માટે ₹16 કરોડ મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા-લીલીયા વિસ્તારના માર્ગ વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. સાવરકુંડલા લીલીયાના
માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારાપીઠવડી–ગણેશગઢ–ગાધકડા–વિજપડી રોડના વિકાસ માટે રૂપિયા 16
કરોડના મંજુર કરાવ્યા છે.
આ વિકાસ કામોમાં મુખ્યત્વે ડામર રોડનું રીસર્ફેસિંગ, જરૂરિયાત મુજબ સી.સી. રોડ, માર્ગ ફર્નિચર તેમજ અન્ય જરૂરી
સ્ટ્રક્ચરલ કામગીરીનો સમાવેશ કરવામાં આવશે. લાંબા સમયથી આ રોડની હાલત ખરાબ હોવાથી વાહનચાલકો અને
સ્થાનિક નાગરિકોને મુશ્કેલી પડી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને આ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે આ રોડ વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ પીઠવડી, ગણેશગઢ,
ગાધકડા અને વિજપડી સહિત આસપાસના ગામોના લોકો માટે આવન-જાવન વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક
બનશે. સાથે જ ખેતી, વેપાર અને સ્થાનિક વિકાસને પણ નવી ગતિ મળશે.
સાવરકુંડલા તાલુકા ના પીઠવડી–ગણેશગઢ–ગાધકડા–વિજપડી સ્ટેટ રોડ માટે ૧૬ કરોડ રૂપિયા મંજુર કરવા બદલ
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ
આભાર માન્યો હતો

Related Posts