રાષ્ટ્રીય

સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી દિલ્હીને ચોથા મહિલા મુખ્યમંત્રી મળ્યા

રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શપથ લેવડાવ્યાદિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા એ રામલીલા મેદાન ખાતે શપથ લીધા હતા, ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાનાર સમારોહમાં તેઓ દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે ૬ મંત્રીઓ પણ શપથ લેશે. તેણી દિલ્હીના શાલીમાર બાગ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી-૨૦૨૫માં તે શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટી (છછઁ) ના ઉમેદવારને ૨૯,૫૯૫ મતોથી હરાવ્યા હતા. રેખા ગુપ્તાએ પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને આપ્યો. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો વિકાસની અપેક્ષા રાખે છે.રેખા ગુપ્તાનો જન્મ ૧૯ જુલાઈ ૧૯૭૪ના રોજ હરિયાણાના જુલાનામાં થયો હતો. રેખા ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ મેનેજમેન્ટ અને આર્ટ્‌સમાં માસ્ટર્સ કર્યું છે.

રેખા ગુપ્તાએ ૧૯૯૩માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૬-૯૭માં તે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા છે. તેઓ ૨૦૦૭ અને ૨૦૧૨માં ઉત્તર પિતામપુરા (વોર્ડ ૫૪)થી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૦૭-૦૯ઃ બે વર્ષ માટે એમસીડીમાં મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ હતા.૨૦૦૯ઃ દિલ્હી ભાજપ મહિલા મોરચાના મહાસચિવ હતા. ૨૦૧૦ઃ ભાજપે તેમને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યની જવાબદારી સોંપી. આ પછી ૨૦૨૨માં તેણીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સ્ઝ્રડ્ઢ)ના મેયર પદ માટે ભાજપના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts