શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી રૂપિયા ૧.૮૪ કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી ૧,૭૧૦ બોક્સમાં ૧,૨૩,૧૨૦ બોબીન મળી આવી છે. રૂપિયા ૧૫૦ની કિંમતની એક બોબીન છે.
સુરત પોલીસની એલસીબી ઝોન ૪એ દરોડા પાડીને આ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે અને શહેરમાં કારખાના બાદ ગુપ્ત ગોડાઉનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કારખાનામાં ચાઈનીઝ દોરી બનાવ્યા બાદ ગોડાઉનમાં પેકિંગ કરતા હતા. રૂપિયા ૧.૮૪ કરોડથી વધુની ચાઈનઝી દોરીનો સંગ્રહ ગોડાઉનમાં કરવામાં આવેલો હતો. ઉલ્લેખનીય છએ કે ભારતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે. ત્યારે ઓનલાઈન પણ આ દોરીનું વેચાણ કરવામાં આવતું હોવાની આશંકા પોલીસને છે. હાલમાં પોલીસ હ્લજીન્ રિપોર્ટની રાહ જાેઈ રહી છે.
મહત્વનું છે કે, ૬ એપ્રિલે સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું કારખાનું ઝડપાયું હતું. કારખાનામાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો હતો. પાંડેસરાના મારુતિનગરમાંથી કારખાનું ઝડપાયું હતું. કારખાનામાંથી પોલીસે ૨ લોકોની અટકાયત કરી હતી. પોલીસે ચાઈનીઝ દોરીનું કારખાનું સીઝ કર્યું હતું અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું; ૧.૮૪ કરોડનો મુદ્દામાલ કબ્જે

Recent Comments