અમદાવાદની સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ૭૦ થી ૮૦ ડોક્ટર્સની ટીમ સતત ખડેપગે તૈનાત જોવા મળી છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા સાત જેટલા મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે.
એર ઇન્ડિયા બોઈંગ ૭૮૭ ફ્લાઇટ અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી રહ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ રૂમમાં ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત ૭૦ થી ૮૦ ડોક્ટર્સ સતત ખડેપગે કાર્ય કરી રહ્યા છે. પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં ૨ રાજસ્થાન, ૨ ભાવનગર અને ૧ મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે.
આમ, પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તે પછી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં

Recent Comments