રાષ્ટ્રીય

મહાકુંભમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બાદ લૂમ દોડાદોડી

મહાકુંભના સેક્ટર-૨૨માં બનેલા ટેન્ટમાં આગ લાગવાની ઘટના; સદનસીબે કોઈ જાનહાનિ નહિ ઉત્તર પ્રદેશ સ્થિત પ્રયાગરાજના અતિપવિત્ર મહાકુંભમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની હતી. મહાકુંભના સેક્ટર ૨૨ માં અચાનક આગ લાગી જાેઈને તેના કારણે ભક્તો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. આ મામલે માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો અને તેના થોડાક સમયમાં તેઓ સફળ રહ્યા હતા. જાે કે આગમાં અનેક તંબુ બળીને રાખ થઈ ગયા હતા.

મહાકુંભનો સેક્ટર ૨૨ વિસ્તાર છટનાગ ઘાટ અને ઝુંસીના નાગેશ્વર ઘાટ વચ્ચે આવેલો છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે, તંબુની અંદર કોઈ ભક્ત હાજર ના હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભક્તોના તંબુ સળગતા જાેવા મળે છે. જાે કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ પહેલા ૧૯ જાન્યુઆરીએ મહાકુંભમાં આગની મોટી દુર્ઘટના બની હતી. સેક્ટર-૧૯માં બનેલા ગીતા પ્રેસના પંડાલમાં આગ લાગી હતી. આગમાં અનેક તંબુ બળીને રાખ થઈ ગયા હતા. સિલિન્ડર પણ ફાટ્યો, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.

Follow Me:

Related Posts