અમદાવાદની ખ્યાતિ હોસ્ટિલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિરૂદ્ધ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અગાઉ ૯ આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચે ૫૬૭૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૮ આરોપીઓ વિરૂદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કુલ ૧૩૦ વ્યક્તિઓની પૂછપરછ કરી નિવેદન નોંધ્યા હતા. તેમજ મ્દ્ગજી ૧૮૩ મુજબ કુલ ૭ સાહેદોનાં નિવેદનો મેજીસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા તપાસ દરમ્યાન કુલ ૨૦ ઈલેક્ટ્રોનિક્સ પુરાવા કબ્જે કરવામાં આવ્યા હતા. તેમજ હોસ્પિટલની ૩૮ ફાઈલ અને ૧૧ રજિસ્ટર પણ કબજે કરવામાં આવ્યા હતા.
આરોપીઓની મિલકત સબંધિત નોંધી નિરીક્ષકની કચેરી ગાંધીનગર ખાતેથી પણ પોલીસ દ્વારા માહિતી મેળવવામાં આવી છે. તેમજ જે દર્દીઓની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવેલ ૩૭ દર્દીઓની હિસ્ટ્રી ફોર્મ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ સરકાર તરફથી નિમણૂંક કરવામાં આવેલ સી.એ. નો રિપોર્ટ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૬૦૭૦ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ છે.
ક્રાઈમ બ્રાંચે રજૂ કરેલી ચાર્જશીટમાં ખ્યાતિ કાંડમાં સંકળાયેલા ૩૪ બેંક એકાઉન્ટની વિગતો પણ રજૂ કરાઈ છે. ૩૫ દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ પણ કબ્જે કરવામાં આવ્યાં છે. હોસ્પિટલના ઓડિટ અંગે પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે. ૩૫ દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ પણ કબજે કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ઓડિટ અંગે પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો છે. અગાઉ આઠ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે.
ખ્યાતી હોસ્પિટલ કાંડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામેની તપાસ બાદ ક્રાઈમ બ્રાંચે ગ્રામ્ય કોર્ટમાં ૬ હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરાઈ

Recent Comments