ભાવનગર

રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા બાદ ભાવનગરના ૧૪ મતદાન મથક સ્થળ પર બી.એલ.ઓ. નો સંપર્ક કરી શકાશે

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૧૯-
૧૨-૨૦૨૫ થી તા. ૧૮-૦૧-૨૦૨૬ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ અનુસંધાને ભાવનગર જિલ્લામાં તા તા.
૩-૧-૨૦૨૬ અને તા. ૪-૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજનાં ૦૫:૦૦ કલાક દરમિયાન તમામ
મતદાન મથકો પર ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર શહેરમાં આગામી તા. ૦૪/૦૧/૨૦૨૬ ને રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ,
ગાંધીનગર દ્વારા રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક:૨૭/૨૦૨૫-૨૬) માટે પ્રિલિમિનરી પરીક્ષા લેવાનાર
છે. ભાવનગરના ૧૪ મતદાન મથક સ્થળ પર પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા
પૂરી થયા બાદ બપોરે બે વાગ્યા પછી બી.એલ.ઓ. નો સંપર્ક કરી શકાશે.
રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા ભાવનગરના પરીક્ષા કેન્દ્રો (1) સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ હલુરીયા
ચોક પાસે, (2) શ્રી વિદ્યાવિહાર માધ્યમિક શાળા દેસાઇ નગર, (3) શ્રી સ્વામિનારાયણ માધ્યમિક શાળા (નિર્ભય)
ચિત્રા, (4) ક્રાઈસ્ટ સ્કુલ ચિત્રા-સિદસર રોડ, (5) શ્રીમતી. એમ.એસ. લાખાણી કન્યા વિદ્યાલય સરદાર પટેલ
એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટ કાળિયાબીડ, (6) શ્રી ઝેડ.કે. મેંદપરા માધ્યમિક સ્કૂલ સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટ
કાળિયાબીડ (7) સિલ્વરબેલ્સ પબ્લિક સ્કૂલ ભગવતી સર્કલ પાસે, શાંતિનગર-૧, કાળિયાબીડ (8) બી. એન. વિરાણી
સ્કૂલ વિરાણી સર્કલ કાળિયાબીડ, (9) બી. એન. વિરાણી હાઇ સેકન્ડરી સ્કૂલ વિરાણી સર્કલ કાળિયાબીડ, (10) ધ
કે.પી.ઈ.એસ. ઇંગ્લિશ હાઈસ્કૂલ લીલા સર્કલ કાળિયાબીડ, (11) એકતા હાઈસ્કૂલ રામમંત્ર મંદિર પાસે તળાજા રોડ
કાળિયાબીડ (12) હોમ સ્કુલ ઇંગ્લિશ મીડિયમ તખ્તેશવર પ્લોટ વાઘાવાડી રોડ (13) શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર
યુનિટ-1 વાઘાવાડી રોડ (14) શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર યુનિટ-2 વાઘાવાડી રોડ ખાતે બપોરે (2)બે વાગ્યા બાદ બી.
એલ. ઓ. ઉપસ્થિતિ રહેશે.
આ ખાસ ઝુંબેશ દરમિયાન નવા મતદારો માટે મતદારયાદીમાં નામ નોંધણી, નામમાં સુધારા-વધારા તેમજ
મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે જરૂરી ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

Related Posts