ગુજરાત

કૃષિ વિભાગે ગુજકોમાસોલને એજન્સી તરીકે નિમી છે, મગફળીની ખરીદી અંગે અમને જાણ નથી : દિલિપ સંઘાણી

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ કહ્યું હતું કે, ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છે.સરકારે નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ બનાવવો જોઇએ.સરકારે સર્વેના આદેશ આપ્યા છે.ખેડૂતોને ઝડપથી સહાય કરાશે તેવી આશા છે.સરકાર દ્વારા આવતીકાલથી ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા ચારેક દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે. જેના કારણે આવતીકાલે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય એક દિવસ પહેલા જ બદલી દેવામાં આવ્યો છે. હવે આવતીકાલે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરે. બીજી બાજુ માવઠાને લઈને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, કૃષિ વિભાગે ગુજકોમાસોલને એજન્સી તરીકે નીમી છે. મગફળીની ખરીદી અંગે અમને જાણ નથી.ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ કહ્યું હતું કે, ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છે.સરકારે નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ બનાવવો જોઇએ.સરકારે સર્વેના આદેશ આપ્યા છે.ખેડૂતોને ઝડપથી સહાય કરાશે તેવી આશા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કૃષિ વિભાગે ગુજકોમાસોલને એજન્સી તરીકે નિમી છે.મગફળીની ખરીદી અંગે અમને જાણ નથી.18 તારીખે કૃષિ વિભાગે ખરીદી અંગે જાહેરાત કરી છે.ખરીદી અંગે ગુજકોમાસોલને જાણકારી નથી.અમારી પાસે બહુ મોટું નેટવર્ક છે. અમે એક રાતમાં ખરીદી કરી શકીએ છીએ.સરકારે પહેલી નવેમ્બર 2025ના રોજ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી થયેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. ઘણા ખેડૂતોની મગફળી માવઠાને કારણે ધોવાઈ ગઈ છે. જેના કારણે આવતીકાલે મગફળીની ટેકાના ભાવે ખરીદી નહીં થાય. મગફળી ખરીદવી કે નહીં તે અંગે હજુ સુધી નિર્ણય નથી લેવાયો.

Related Posts