ભાવનગર

ભાવનગરના આંગણે સૌરાષ્ટ્રનો પ્રથમ હેલ્થ એકસ્પોનો પ્રારંભ કરાવતાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા

ભાવનગર જવાહર મેદાન ખાતે આજે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી
નિમુબેન બાંભણીયાએ દ્વિ-દિવસીય હેલ્થ એક્સ્પોનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવનગર-બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ
એસોસિયેશન દ્વારા આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લો વિકાસક્ષેત્રે કંઈક નવું કરવા
જાણીતો છે. ભાવનગર-બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ્સ એસોસિયેશને હેલ્થ એક્સ્પોનું આયોજન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય
છે, આવા એક્સ્પો થકી નોલેજ શેરીગ થવાની સાથે નાગરિકોને સારી અને સસ્તી દવાઓ વિશે માર્ગદર્શન મળી રહેશે.
તેમણે કહ્યું કે, શરીર તંદુરસ્ત હશે તો મન તંદુરસ્ત રહેશે, મન તંદુરસ્ત હશે તો વ્યક્તિ તંદુરસ્ત રહેશે. આમ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થશે. એક્સ્પો સાથે સંકળાયેલા
તમામ વેપારીઓએ જનતાના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટેનો આ સ્તુત્ય પ્રયાસ છે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
રાજ્યના તમામ નાગરિકો સુધી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. એસોસિયેશનના જે પ્રશ્નો હશે તેને
મુખ્યમંત્રીશ્રીની સાથે મળીને ઉકેલવાની ખાતરી પણ આપી હતી.
હેલ્થ એકસ્પોના પ્રારંભ વેળાએ કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, હેલ્થ
એકસ્પો સમાજમાં સ્વસ્થ જીવનનો સંદેશ આપવાનું એક મજબૂત અભિયાન છે. આ એક્સ્પો દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય
પ્રત્યે જાગૃતિની સાથે સચોટ માહિતી પણ મળી રહેશે. રોગોનું સમયસર નિદાન કરવા અંગે માહિતી આપવાનું એક
પ્લેટફોર્મ હોવાની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જવાબદારીની ભાવના પણ જગાડે છે.
તેમણે ઉમેર્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની આરોગ્ય વ્યવસ્થા સતત
મજબૂત થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો મુખ્ય ધ્યેય રહ્યો છે કે, કોઈપણ નાગરિક ગુણવત્તાયુક્ત
આરોગ્ય સંભાળથી વંચિત ન રહે. દરેક વ્યક્તિને સારામાં સારી મેડિકલ સારવાર મળે, તે પ્રકારનું સરકાર કામ કરી
રહી છે.
આજે, દરેક ગરીબ વ્યક્તિ પાસે મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ છે. આયુષમાન ભારત યોજના વિશ્વની
સૌથી મોટી સરકારી હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના છે. ગરીબ વ્યક્તિ માટે રોગોની સારવાર હવે બોજ નથી, પરંતુ
અધિકાર છે. દેશમાં ૪૨.૪૮ કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ, અત્યાર
સુધીમાં ૧૦ કરોડથી વધુ દર્દીઓને મફત સારવારનો લાભ પણ મળ્યો છે, સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં આ એક
ઐતિહાસિક સિદ્ધિ હોવાનું તેમણે જણાવ્યું હતું.
એક્સપોનો ઉદ્દેશ્ય જનતાને સ્વાસ્થ્ય સેવાઓમાં થયેલા આધુનિક ફેરફારો અને નવી ટેકનોલોજીથી માહિતગાર
કરવાનો છે, આરોગ્ય સાથે સંકળાયેલા વેપારીઓ, હોસ્પિટલો, ડોક્ટરો અને ફાર્મા કંપનીઓને એક સમાન મંચ પૂરું
પાડીને જનતાના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો આ પ્રયાસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૩ અને ૪ જાન્યુઆરી દરમિયાન યોજાનાર એક્સપોમાં આશરે ૧૦૭ જેટલા સ્ટોલ્સ
રાખવામાં આવ્યા છે, જેમાં મુલાકાતીઓને માહિતી અને સેવાઓ એક જ સ્થળે મળી રહેશે. આ‌ એક્સ્પોમાં નામી
હોસ્પિટલો અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, આધુનિક સર્જિકલ સાધનો અને બેંકિંગ સેવાઓ પણ મળી રહેશે.

આ વેળાએ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ વર્ચ્યુઅલી પોતાના સંદેશમાં એક્સ્પોનું આયોજન કરવા
બદલ તેમજ સ્વસ્થ ભારત, સશક્ત ભારતનાં નિર્માણમાં સહભાગી થવા બદલ આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી
રાજુભાઇ રાબડીયા, શ્રી જશુભાઇ પટેલ, ભાવનગર-બોટાદ કેમિસ્ટસ એસોસિયેશનના પ્રમુખ શ્રી દક્ષેશભાઈ, શ્રી
કિરીટભાઇ પલાણ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ ગોરસીયા, શ્રી જીતુભાઈ પટેલ, જિલ્લાના
આગેવાન શ્રી કુમારભાઈ શાહ, શ્રી દિગ્વિજય સિંહ, ભાવનગર-બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટસ એસોસિયેશનના મેમ્બરો,
સ્ટોલ ધારકો સહિત મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts