શહેરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમ દ્વારા ૬ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે જેઓ સાઉન્ડ બોક્સના ચાર્જ ફ્રી થઈ ગયા હોવાનું કહીને દુકાનદારો સાથે છેતરપિંડી આચરત હતા.
આ બનાવની વિગત મુજબ વાસણામાં રહેતા જયેશ એચ.દેસાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવીને પોતેઁટ્ઠઅંદ્બ કંપનીમાંથી આવતા હોવાની ઓળખ આપી હતી. બાદમાં ઁટ્ઠઅંદ્બ સાઉન્ડ બોક્સમાં રૂ.૯૯ નો માસિક ચાર્જ આવે છે તે હાલમાં રૂ.૧ થઈ ગયો છે કહીને જયેશભાઈને વિશ્વાસમાં લીધ હતા.
બાદમાં જયેશભાઈના મોબાઈલ ફોનમાંથી જેબિટ કાર્ડની ઓનલાઈનઅરજી કરી બાદમાં ડેબિટ કાર્ડ આવતા ડેબિટ કાર્ડ એક્ટીવ કરીને ઁટ્ઠઅંદ્બ ની રૂ. ૧ સ્કિમ ચાલુ કરાવવા માટે જયેશભાઈ પાસેથી ડેબિટ કાર્ડ તથા મોબાઈલ ફોન માંગીને પ્રોસેસ કરવાને બહાને મોબાઈલ ફોનમાંથી બેન્કની એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી લીધો હતો. બાદમાં જયેશબાઈના બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂ. ૫,૯૯,૦૦૦ ટ્રાનઝેક્શન દ્વારા મેળવી લઈને છેતરપિંડી કરી હતી.
આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરીને છ આરોપીને ઝડપી લીધા હતા. જેમાં શાહપુરના ગોવિંદ એલ.ખટીક, રાણીપના બ્પિજેશ જી.પટેલ, જુના વાડજના પરાગ એલ.મિસ્ત્રી, મહેસાણાના રાજ આર.પટેલ, વાડજના ડિલક્ષ ટી. સુથાર અને રાજસ્થાનના પ્રિતમ એમ.સુથારનો સમાવેશ થાયછે.તેમની પાસેથી પોલીસે ૮ મોબાઈલ, કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ટોળકીએ છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ ઉપરાંત ગુજરાતના વડોદરા, આણંદ, નડીયાદ, ખેડા, કલોલ, મહેસાણા, બારેજા, બારેજડી,સુરેન્દ્રનગર, લીમડી, બગોદરા, પાલનપુર, ચાંગોદર, વાવોલ અને અડાલજમાં દુકાનદારો સાથે રૂ.૧૦ હજારથી લઈને રૂ. ૬,૦૦,૦૦૦ સુધીની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
પેટીએમ સાઉન્ડ બોક્સના ચાર્જ ફ્રી થઈ ગયા હોવાનું કહીને દુકાનદારો સાથે છેતરપિંડી કરતી ટોળકીના ૬ શખ્સોની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી

Recent Comments