ગુજરાત

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન એટલે ધો.10 અને ધો.12 પછીના અભ્યાસક્રમ. તેવામાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા એક અનોખી પહેલ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (શહેર) ની કચેરી દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ 9909922648 નંબર પર પોતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અને કારકિર્દી વિષયક માહિતી સરળતાથી મેળવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની (શહેર) કચેરી દ્વારા કારકિર્દી ડિજિટલ વિશેષાંક પણ બહાર પાડવામાં આવ્યો હતો.

Related Posts