ગુજરાત

ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ ડ્ઢઈર્ંનો તમામ શાળાઓને આદેશ

સુરતનાંગોડાદરામાં ફી મુદ્દે સ્કૂલ દ્વારા ટોર્ચર કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કરતા આખા રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ને ધ્યાનમાં લઇ અમદાવાદ ડીઇઓએ ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ આપ્યા છે.

સુરતમાં ધો. ૮ માં ભણતીવિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. ભાવના ખટકે નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. ત્યારે આ ઘટનાને લઇ અમદાવાદ ડ્ઢઈર્ંએ તમામ શાળાઓમાં આદેશ જાહેર કર્યો હતો. જેમાં ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા આદેશ કરવામાં આવ્યો છે.આ આદેશમાં ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે કોઇ જાતની ચર્ચા ન કરવા સૂચના અપાઇ છે. જેમાં કોઇ વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થી સાથે ચર્ચા ન કરવા શાળાઓને જણાવવામાં આવ્યું છે. ફીના આદેશ અંગે ડ્ઢઈર્ં રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ફી બાકી હોય તો અન્ય વિદ્યાર્થીઓ સામે ફીની માંગણી કરવી યોગ્ય નથી. વિદ્યાર્થીઓ પાસે નહીં વાલીઓ પાસે ઉઘરાણી કરવી જાેઇએ. ફી બાકી હોય તો પરીક્ષામાં બેસવા ન દેવા તે પણ ગેરકાયદેસર છે. ત્યારે જે શાળા ફી બાબતે વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો તેની સામે કાર્યવાહી થશે તેવું તેઓએ જણાવ્યું હતું.

આ સમગ્ર મુદ્દેવિદ્યાર્થીનીના આપઘાત અંગે ડ્ઢઈર્ંની ટીમે તપાસ પણ શરુ કરી છે. જેમાં ડ્ઢઈર્ં કચેરીના અધિકારી નરેન્દ્રવસાવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે. તપાસ ટીમેષ્ઠષ્ઠંદૃની ચકાસણી કરી છે. સમગ્ર મામલે રિપોર્ટ ડ્ઢઈર્ંને સુપરત કરવામાં આવશે અને આપઘાત અંગે પુરાવાઓ એકત્રિત કર્યાનો દાવો તેઓએ કર્યો હતો.

Related Posts