ગુજરાત

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNA) દ્વારા ૩ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો ર્નિણય

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (છૐદ્ગછ) દ્વારા ૩ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે એસોસિએશના આ ર્નિણય બાદ શહેરની ૧૨૦૦ જેટલી હોસ્પિટલ કેશલેસ સારવાર ઉપલબ્ધ નહીં થાય. જેમાં હવે આ ત્રણેય કંપનીના ગ્રાહકોને રી-ઈમ્બરસમેન્ટ પ્રક્રિયાને અનુસરવી પડશે.
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ટાટા છૈંય્, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની કેશલેસ સેવા રદ કરવામાં આવી છે. વિમો ધારક જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય બાદ ઓથોરાઈઝેશન લેટર આપે છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ રકમ કાપવામાં આવતી હોવાના આરોપ થયા હતા.
આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી મુજબ, મળતી માહિતી મુજબ, એસોસિએશન દ્વારા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે તે કંપનીઓ ન્યાયિક પ્રક્રિયા કર્યા વગર અમુક હોસ્પિટલોને ડિલિસ્ટ કરી હોવાથી ઈન્શ્યોરન્સ કંપનીઓ વિમાની રકમ આપવામાં આનાકાની કરતી હતી. જ્યારે ઈન્શ્યોરન્સ ક્લેઈમ પાસ ન કરતા અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનએ ત્રણ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા બંધ કરી છે.

Related Posts