ગુજરાત

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. શાળા ચલાવવા માટે કેટલીક ડિપાર્ટમેન્ટની મંજૂરી ફરજિયાત હોય છે. પરંતુ કેટલીક શાળાઓ તેની અવગણના કરી પોતાની મનમાની ચલાવતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદ ઈન્ટરનેશન સ્કૂલ મ્ેં પરવાનગી વિના ચાલી રહેલી હોવાનું સામે આવતા જ તંત્ર હરકતમાં આવ્યુ છે.

મ્ેં પરવાનગી મામલે શાળા સંચાલકોએ કચેરીને ગેરમાર્ગે દોર્યા હોવાની હકીકત સામે આવતાની સાથે જ શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય ડ્ઢઈર્ં કચેરીએ નોટિસ શાળા સંચાલકો પાસે આ અંગે ખુલાસો કરવા માટે આદેશ આપ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે અત્યાર સુધી કેમ ખબર ન પડી કે શાળા પાસે મ્ેં પરવાનગી છે કે નહીં ? બીજી તરફ આણંદના પેટલાદના પાડગોલ ગામની પ્રાથમિક શાળા દ્વારા બાળકોને મંજૂરી વગર જ પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા. એટલુ જ નહીં બાળકોને કડકડતી ઠંડીમાં આઈસરમાં પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. આઈસરમાં બાળકોને ખીચોખીચ ઊભા રાખી પ્રવાસે લઈ ગયા હતા. ૧૨૩ બાળકોને આઈસરમાં ઉભા ઉભા વડતાલ, વિદ્યાનગરનો પ્રવાસ કર્યો હતો.

Related Posts