fbpx
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા અમદાવાદીઓએ બે અઠવાડિયામાં ૧ કરોડનો મેમો ભર્યો

અમદાવાદ ઇ્‌ર્ં કચેરી ખાતે મેમો ભરનારની લાંબી લાંબી લાઈનોએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો હતો અમદાવાદ શહેરમાં ગત ૨૧ નવેમ્બરથી પોલીસ દ્વારા દિવસ દરમિયાન અને ખાસ કરીને રાતના સમયે કોમ્બિંગ કરીને ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૨૧ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી અમદાવાદીઓએ લગભગ એક કરોડ રૂપિયાનો દંડ ઇ્‌ર્ં કચેરી ખાતે ભર્યો છે. લોકોએ ૨૦૦૦થી લઈને ૨૫,૦૦૦ સુધીના મેમો ભર્યા છે અને કેટલાક કિસ્સામાં તો ૨૫૦૦૦ રૂપિયા કરતા પણ વધુની રકમ દંડ તરીકે ચૂકવી છે. કોમ્બિંગમાં કુલ વાહનોના ૮૦% વાહનો ટુ-વ્હીલર હતા

આ સિવાય અન્ય ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યા ઓછી હતી. અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. કોમ્બિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ હાજર રહી મોડી સાંજથી કોમ્બિંગ શરૂ થતું જે મોડી રાત સુધી ચાલે. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા અનેક ડિટેઇન કરવામાં આવતા હતા. તથા જે લોકોના અગાઉના પણ મેમો બાકી હતા તે તમામને વાહન ડિટેઇન કરીને ઇ્‌ર્ં ખાતે દંડની રકમ ચૂકવવાની હતી. જેમાં ૨૧ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી કુલ ૨૬૦૦ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં મેમો ભરવા માટે વાહન માલિકોએ અમદાવાદ ઇ્‌ર્ં કચેરી ખાતે કુલ ૯૯,૧૪,૦૦૦ રૂપિયા દંડની ચૂકવણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં અમદાવાદ ઇ્‌ર્ં કચેરી ખાતે મેમો ભરનારની લાંબી લાંબી લાઈનોએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો હતો અને ઇ્‌ર્ંના ધક્કા ખાતા લોકોને ૪થી ૬ કલાક સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા રિટર્ન થયેલા વાહનોને છોડાવવા માટે ઇ્‌ર્ં કચેરી ખાતે જઈને લોકોએ ૨૦૦૦થી લઈને ૨૫,૦૦૦ સુધીના મેમો ભર્યા હતા અને કેટલાક કિસ્સામાં તો ૨૫૦૦૦ રૂપિયા કરતા પણ વધુની રકમ દંડ તરીકે ચૂકવી હતી. આ કોમ્બિંગમાં કુલ વાહનોના ૮૦% વાહનો ટુ-વ્હીલર હતા આ સિવાય અન્ય ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યા ઓછી હતીઆ સમગ્ર મામલે અમદાવાદ ઇ્‌ર્ંના અધિકારી, જે.જે.પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગત ૨૧ નવેમ્બરથી શરૂ થયેલું પોલીસ કોમ્બિંગ અમદાવાદ માટે ચર્ચાનો વિષય બન્યું હતું.

અનેક લોકોના વાહનો ડિટેઇન થયા બાદ તેઓ પોતાના વાહનને પરત લેવા માટે સૌપ્રથમ ઇ્‌ર્ં ખાતે મેમો ભરવા માટે આવ્યા હતા. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલર ડિટેઇન કરવામાં આવ્યા હતા. કેટલાક લોકોના તો અગાઉના પાંચથી છ મેમો પણ ભરવાના બાકી હોવાથી તેમની ચુકવણીની રકમ ૧૦,૦૦૦થી પણ વધુ હતી. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઇ્‌ર્ં કચેરીના તમામ સ્ટાફ દ્વારા પણ સવારના સાત વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી કામગીરી કરવામાં આવી હતી.વધુમાં જણાવતા કહ્યું કે, સામાન્ય દિવસોમાં જ્યાં ૫૦ મેમો પર કામગીરી કરવામાં આવે છે ત્યારે ગત સપ્તાહમાં દરરોજના ૫૦૦ જેટલા મેમો ઉપર કામગીરી કરવામાં આવી હતી. ઇ્‌ર્ં કચેરી ખાતે આવનારા તમામ લોકોને મેમોની રકમ લઈને તેમના વાહનો લઈ જવા માટે પરવાનગી આપવામાં આવતી હતી. તેના માટે સામાન્ય દિવસોમાં ફક્ત એક ટીમ હાજર હોય છે ત્યારે આ દિવસોમાં ત્રણ ટીમ ઇ્‌ર્ં કચેરી ખાતે હાજર હતી. વસ્ત્રાલ અને બાવળા ઇ્‌ર્ં કચેરી ખાતેથી પણ સ્ટાફ અમદાવાદ ઇ્‌ર્ં કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ લોકોના જે દિવસે લાઈનમાં ઊભા હોય તે દિવસે જ દંડની રકમ ભરી વાહન લઈ જવા માટે પરવાનગી આપવામાં આવતી હતી.

Follow Me:

Related Posts