હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર મામલે કોન્ટ્રેક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ એ કહ્યું કે હાટકેશ્વર બ્રિજને આખો તોડી પાડવો જાેઇએ નહીં, એના કારણે પ્રજાના પૈસાનો વ્યય અને સમય બગડશે એવી સલાહ મ્યુનિસિપલ કમિશનરને આપી છે. કોન્ટ્રેક્ટર કંપની અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે આખો બ્રિજ તોડીને નવો બનાવવા માટે પૈસાનો ખર્ચ વધારે થશે તેમ જણાવ્યું છે. અમદાવાદની અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરીમાં સ્લેબમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યા બાદ હવે કમિશનરને પત્ર લખી જાણ કરી છે, કે ટેક્નિકલ નિષ્ણાતની સલાહ અને અહેવાલને અનુસરવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઇ કારણોસર આખા હાટકેશ્વર બ્રિજનું પુનઃનિર્માણ કરવા જઈ રહ્યું છે, જે ખર્ચાળ અને સમય માગી શકે છે.
અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બ્લેકલિસ્ટ હોવા છતાં પણ પત્ર લખીને કહે છે, કે હાટકેશ્વર બ્રિજનું સંપૂર્ણ મજબૂતીકરણ અને લોડ ટેસ્ટ કરવા માટે બાંયધરી આપીએ છીએ. બ્રિજમાં મજબૂતાઈ, ટકાઉપણું અને બંધારણની મજબૂતાઈ અંગે ૧૦ વર્ષની ગેરેન્ટી પણ આપીએ છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયેલા ટેક્નિકલ નિષ્ણાતો દ્વારા ભલામણ કરાયેલી પદ્ધતિ અનુસાર બેક સ્લેબને મજબૂત કરવાની જરૂર છે. અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માને છે કે આ બ્રિજને તોડીને નવો બનાવવામાં પણ ખૂબ મોટો ખર્ચ અને સમય થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગથી લઈને કોન્ટ્રેક્ટરો અને એજન્સીઓ સુધી તમામની કામગીરી શંકાસ્પદ જણાવી હતી. ત્યારે હવે કોન્ટ્રેક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ આખો બ્રિજ તોડીને નવો બનાવવા પાછળ તમામ ખર્ચ કોન્ટ્રેક્ટરને આપવાનો હોવાથી પોતાને ૧૧૮થી ૧૨૦ કરોડનો ખર્ચ થતો હોવાના કારણે એ આપવો ન પડે એ માટે માત્ર જે મુખ્ય સ્લેબમાં જ્યાં ખામી સર્જાઈ છે એને જ સરખો કરી આપવા પત્ર લખ્યો છે.
Recent Comments