મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહવ્યાપારના ધંધા પર AHTU દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન વિદેશી મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહવ્યાપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો છે. આ ગોરખધંધો રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલી રહ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન, વિદેશી મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.દરોડા દરમિયાન, પોલીસે કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવી હતી, જેમાં બે બાંગ્લાદેશી મહિલા અને ત્રણ પશ્ચિમ બંગાળની મહિલાઓનો સમાવેશ થાય છે.આ કેસમાં પોલીસે બે ગેસ્ટ હાઉસના સંચાલકો અને દેહવ્યાપાર માટે આવેલા ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ત્રણ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.સુરત શહેરમાં અગાઉ પણ આવા દેહવ્યાપારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને શહેરમાં ઠેર-ઠેર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હાટડીઓ ચાલતી હોવાની વાત ચર્ચામાં છે. AHTU દ્વારા આ પ્રકારના ગેરકાયદેસર ધંધાઓને ડામવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરતના મહિધરપુરા વિસ્તારમાં AHTUના દરોડા, દેહવ્યાપારનું નેટવર્ક ઝડપાયું




















Recent Comments