AICTEનો ર્નિણયઃ ધો.૧૨માં મેથ્સ-ફિઝિક્સ નહિ હોય તો પણ મળશે એન્જીનીયરીંગમાં પ્રવેશ
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશનએ જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે ધોરણ ૧૨માં મેથ્સ અને ફિઝિક્સ નહિ હોય તો પણ એન્જીનીયરીંગના પ્રવેશ મળી શકશે. એઆઈસીટીઈના આ ર્નિણયને વિવાદાસ્પદ ર્નિણય તરીકે ગણવામાં આવી રહ્યો છે. તેના લીધે દેશમાં બહાર આવતા એન્જીનીયર્સ પર ચોક્કસ આડ અસર ઉભી થશે. અત્યાર સુધીમાં, ધોરણ ૧૨માં મેથ્સ અને ફિઝિક્સ વિષયો એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજીના અન્ડર ગ્રજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવા માટે ફરજીયાત રાખવામાં આવતા હતા.
એઆઈસીટીઈ દ્વારા અપ્રૂવલ પ્રોસેસ હેન્ડબુક ૨૦૨૧-૨૨ જાહેર કરવામાં આવી છે. જેમાં અન્ડર ગેજ્યુએટ પ્રવેશ પ્રક્રિયામાં લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સુધારા મુજબ, હવે વિદ્યાર્થીએ ધોરણ ૧૦ ૨માં ફિઝિક્સ/મેથેમેટિક્સ/કેમિસ્ટ્રી/કોમ્પ્યુટર સાયન્સ/ઇલેક્ટ્રોનિક્સ/ઇન્ફોર્મેશન ટેક્નોલોજી/બાયોલોજી/ઈન્ફોર્મેટિક્સ પ્રેક્ટિસીસ/બાયોટેક્નોલોજી/ટેક્નિકલ વોકેશનલ સબ્જેક્ટ/એગ્રિકલચર/એન્જીનીયરીંગ ગ્રાફિક્સ/ બિઝનેસ સ્ટડીઝ/આંત્રપ્રિન્યોરશિપ વગેરે વિષયોમાંથી કોઈપણ ત્રણ વિષયોમાં પાસ થવું ફરજીયાત છે. વિદ્યાર્થીએ ઉપરોક્ત વિષયોમાં કુલ ૪૫% ગુણ (અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૪૦% ગુણ) મેળવવા ફરજીયાત છે. એઆઈસીટીઈએ પોતાની હેન્ડબુકમાં જણાવ્યું છે કે “જુદા જુદા બેકગ્રાઉન્ડ માંથી આવતા વિદ્યાર્થીઓને પ્રોગ્રામમાં પરિણામો મેળવવા માટે જુદી જુદી યુનિવર્સીટીઝ મેથેમેટિક્સ, ફિઝિક્સ, એન્જીનીયરીંગના જુદા જુદા બ્રિજ કોર્સ આપી શકશે. આ પગલુ શિક્ષણવિદોની આકરી ટીકા બાદ લેવામાં આવ્યો છે જેમણે કહ્યું હતું કે મેથેમેટિક્સ તમામ એન્જિનિયરિંગ ડિગ્રીઓનો પાયો છે.
બ્રિજ કોર્સ એ એક ઉપચારિક કોર્સ હશે તે વિદ્યાર્થીઓ માટે જેઓ મેથેમેટિક્સમાં નબળા હશે. તે ઉચ્ચતર માધ્યમિકસ્તરના મેથ્સની સાથે બદલી ન શકાય જે ફાઉન્ડેશનલ કોર્સ છે. સસ્ત્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર એસ વિદ્યાસુબ્રમનિયમે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એઆઈસીટીઈના એન્જીનીયરીંગ પ્રોગ્રામ માટેના મોડેલ અભ્યાસક્રમમાં મેથેમેટિક્સ પાંચમા સેમેસ્ટર સુધી ભણાવવામાં આવે છે. મેથેમેટિક્સ અને ફિઝિક્સ તમામ એન્જીનીયરીંગ પ્રોગ્રામ માટે ફરજીયાત જ રાખવા જાેઈએ. એઆઈસીટીઈ ચેરમેન અનિલ ડી. સહસ્ત્રબુધેએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “વૈકલ્પિક વિષયની કોઈ મુદ્દો જ નથી. એન્જીનીયરીંગ એજ્યુકેશનમાં પ્રવેશ માટે ઇનપુટ તરીકે આવશ્યક ત્રણ ફરજિયાત અભ્યાસક્રમો જરૂરી છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી વિવિધ શાખાઓ માટે વિવિધ ત્રણ ફરજિયાત અભ્યાસક્રમો હોઈ શકે છે.
Recent Comments