ગુજરાત અનોખી ગતિથી અનેકવિધ રીતે પ્રગતિ કરી રહ્યું છે, સમાજના છેવાડાના માનવીને આરોગ્યની સેવાઓ તમામ લોકોને પરવડે તેવી અને રાષ્ટ્રીય સ્તરના માપદંડ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) મુજબની ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ થાય, માળખાગત સુવિધાઓ અને તમામ સેવાઓનો વ્યાપ વધે, અનુકુળ, વિશ્વસનીય, સેવાકીય, સુરક્ષિત અને પ્રદુષણ મુકત વાતાવરણ મળે તે હેતુથી રાજ્યમાં NQAS શરુ કરવામાં આવ્યા છે.
ભારત સરકાર દ્વારા નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) પ્રોગ્રામ અંતર્ગત ડિસેમ્બર -૨૦૨૫ સુધીમાં ૫૦% થી વધુ NQAS Certification ની કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો લક્ષાંક છે.
અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.બી. પંડ્યા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.એમ જોષીના માર્ગદર્શન હેઠળ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) અંતર્ગત વિવિધ કામગીરીઓ માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સતત કાર્યરત છે.
જિલ્લામાં, રાજ્ય કક્ષાના ૭૩ જેટલી હેલ્થ ફેસેલિટીને સર્ટીફિકેટ અને રાષ્ટ્રીય કક્ષાના રર જેટલી હેલ્થ ફેસેલિટીને સર્ટીફિકેટ મળ્યા છે. વર્ષ-૨૦૨૫ના અંત સુધીમાં ૫૦% લક્ષાંકની સામે અમરેલી જિલ્લાની ૨૬૪ હેલ્થ ફેસેલિટી સામે ૭૩ જેટલી હેલ્થ ફેસેલિટીએ NQAS સર્ટીફિકેટ મેળવ્યા છે, તેમાં અંદાજે ૨૭% કામગીરી થઇ છે.
બાકી રહેલી કામગીરી વર્ષ-૨૦૨૫ના અંત સુધીમાં પૂરી કરી ૫૦% કામગીરીના લક્ષાંક સુધી પહોંચવાનો અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો લક્ષ્ય છે, તેમ અમરેલી જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments