રાષ્ટ્રીય

મલેશિયાથી ચીન જઈ રહેલી એર એશિયાની ફ્લાઇટના એન્જિનમાં આગ લાગતાં કુઆલાલંપુરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ

એર એશિયાની એક મોટી ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી, મલેશિયાથી ચીનના શેનઝેન જઈ રહેલી એર એશિયાના વિમાન છદ્ભ૧૨૮ના એન્જિનમાં આગ લાગી હતી. તેને ટેકઓફના થોડા સમય પછી જ કુઆલાલંપુરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જાે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સેલંગોર સ્ટેટ ફાયર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એર એશિયાના વિમાને બુધવારે રાત્રે ૯.૫૯ વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ જમણા એન્જિનમાં ન્યુમેટિક ડક્ટીંગ ફાટવાને કારણે આગ લાગી હતી. જેના કારણે ચીનના શેનઝેન જઈ રહેલી ફ્લાઇટ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાછી ફરી હતી.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિમાનની ઇન-બિલ્ટ સિસ્ટમ્સે આગને સંપૂર્ણપણે ઓલવી નાખી હતી. વિમાનમાં ૧૭૧ મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, બધા સુરક્ષિત છે. ફાયર વિભાગના કર્મચારીઓએ વિમાનમાંથી તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

Related Posts