રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વાયુ પ્રદૂષણ ‘જાેખમી સ્તરે‘ પહોંચતા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(ય્ઇછઁ)-૧ લાગુ કરવામાં આવ્યું છે. કમિશન ઓફ એર ક્વોલિટી ઇન્ડેક્સ મેનેજમેન્ટ (ઝ્રછઊસ્) આ ર્નિણય લીધો છે. હાલમાં ય્ઇછઁ-૧ દિલ્હી અને દ્ગઝ્રઇના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવ્યું છે. જેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, ય્ઇછઁ-૧ છેલ્લે ઑક્ટોબર ૨૦૨૪માં લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે છઊૈં ૨૨૪ નોંધાયું હતું. ફેબ્રુઆરી ૨૦૨૫માં ય્ઇછઁ-૩ રદ કરવામાં આવ્યું હતું, અને ય્ઇછઁ-૧ અને ય્ઇછઁ-૨ હેઠળના પગલાં શરૂ રાખવામાં આવ્યા હતા. જાેકે, મે મહિનામાં ગરમી અને ધૂળના કારણે પ્રદૂષણ વધ્યું હોવાનું સામે આવ્યું છે.
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ય્ઇછઁ) એ દિલ્હી-દ્ગઝ્રઇમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલો ર્નિણયોના સમૂહ છે. જેને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ૨૦૧૭ માં સૂચિત કરવામાં આવ્યું હતું. ય્ઇછઁને હવા ગુણવત્તા સૂચકાંક (છઊૈં) સ્તરના આધારે ચાર તબક્કામાં લાગુ કરવામાં આવે છે:-
સ્ટેજ ૧ (ખરાબ): છઊૈં ૨૦૧-૨૦૧
સ્ટેજ ૨ (ખૂબ જ ખરાબ): છઊૈં ૩૦૧-૪૦૦
સ્ટેજ ૩ (ગંભીર): છઊૈં ૪૦૧-૪૫૦
સ્ટેજ ૪ (ગંભીર+): ૪૫૦ થી વધુ છઊૈં
ય્ઇછઁ-૧ હેઠળ આ કામગીરી કરાશે
- રસ્તાઓ પર નિયમિત મિકેનિકલ સફાઈ અને પાણીનો છંટકાવ.
- બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણ પગલાં.
- કચરાનું યોગ્ય સંચાલન અને ખુલ્લામાં કચરો બાળવા પર પ્રતિબંધ.
- પ્રદૂષણ ફેલાવતા વાહનોનું કડક ચેકિંગ.
- ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો.
- ઉદ્યોગો, પાવર પ્લાન્ટ અને ઈંટના ભઠ્ઠામાં ઉત્સર્જન નિયંત્રણ.
- રેસ્ટોરન્ટમાં કોલસો અથવા લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ.
- ડિઝલ જનરેટરના ઉપયોગ પર મર્યાદિત પ્રતિબંધો (ફક્ત કટોકટીના ઉપયોગની મંજૂરી).
- નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરવા અને ધૂળ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરવામાં આવે છે.
છેલ્લા ૫ દિવસમાં છઊૈંનું સ્તર:-
૧૩ મે, ૨૦૨૫: સરેરાશ છઊૈં ૧૪૦
૧૪ મે, ૨૦૨૫: સરેરાશ છઊૈં ૧૫૫
૧૫ મે, ૨૦૨૫: સરેરાશ છઊૈં ૧૯૪
૧૬ મે, ૨૦૨૫: સરેરાશ છઊૈં ૨૫૭
૧૭ મે, ૨૦૨૫: સરેરાશ છઊૈં ૧૭૦થી વધુ
Recent Comments