રાષ્ટ્રીય

અજિત પવારે સરકારને લઈને ઘણી હદ સુધી સ્થિતિ સ્પષ્ટ કરી

મહારાષ્ટ્રમાં બીજેપીના સીએમ હશે, સાથી પક્ષો પાસે બે ડેપ્યુટી સીએમ હશેઃ અજિત પવાર મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર ૫ ડિસેમ્બરે શપથ લેશે. રાજ્ય ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ શનિવારે સાંજે શપથગ્રહણની તારીખ વિશે માહિતી આપી હતી. દરમિયાન, એનસીપી નેતા અજિત પવારે સરકારને લઈને ઘણી હદ સુધી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે, પરંતુ મુખ્યમંત્રીના ચહેરાને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત્‌ છે. અજિત પવારે કહ્યું છે કે રાજ્યમાં મુખ્યમંત્રી ભાજપના હશે જ્યારે શિવસેના અને એનસીપીમાંથી એક-એક ડેપ્યુટી સીએમ હશે. પુણેમાં મીડિયા સાથે વાત કરતાં અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના હશે અ

ને બે નાયબ મુખ્ય પ્રધાનો સત્તાધારી મહાગઠબંધનના અન્ય ઘટકોમાંથી હશે. મહાયુતિ ગઠબંધનમાં ભાજપ ઉપરાંત એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીનો સમાવેશ થાય છે, જ્યારે અજિત પવારને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં મુખ્ય પ્રધાન કોણ હશે, તો તેમણે કહ્યું કે રાજ્યમાં મુખ્ય પ્રધાન ભાજપનો જ હશે. મહાયુતિની અન્ય બે પાર્ટીઓમાં બે નાયબ મુખ્યમંત્રી હશે. સંભવતઃ શપથ ગ્રહણ સમારોહ ૫ ડિસેમ્બરે યોજાશે. અમે મજબૂત વિઝન સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. અજિત પવારના નિવેદનથી એક વાત સ્પષ્ટ છે કે ભાજપ મુખ્યમંત્રી પદ પોતાની પાસે રાખશે, પરંતુ તે કોને નિયુક્ત કરે છે

તેનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. મહારાષ્ટ્રના રાજકીય ગલિયારામાં સીએમ પદ માટે ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં આ વખતે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને બમ્પર જીત મળી છે. આ ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ગઠબંધનમાં ૧૪૯ બેઠકો પર ચૂંટણી લડનાર ભાજપે પોતાના દમ પર ૧૩૨ બેઠકો જીતી છે. બીજી તરફ ગઠબંધન સાથી એકનાથ શિંદેની શિવસેનાએ ૫૭ અને અજિત પવારની એનસીપીએ ૪૧ બેઠકો જીતી છે. આ રીતે મહાયુતિ બહુમત સાથે પરત ફરી છે. વર્તમાન સરકારમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી છે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ડેપ્યુટી સીએમની ભૂમિકામાં છે. હવે ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે, તેથી મુખ્યમંત્રી પદનો દાવો પણ મજબૂત બન્યો છે. તેથી, મુખ્યમંત્રીની ખુરશી ભાજપના કોઈ નેતાને આપવામાં આવશે, પરંતુ તે કોણ હશે તે આગામી એક-બે દિવસમાં જાણી શકાશે.

Related Posts