ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજે તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આ સીઝનમાં ચોથી વખત 100% ભરાઈ જતા
પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે બપોરે ૧૨ વાગ્યે શેત્રુંજી ડેમ 100% ભરાઇ જતાં
20 દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે ૧૨.૧૫ વાગ્યે ૫૯ દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧૭ જૂન ૨૦૨૫ ના રોજ પ્રથમ વખત, તા. ૬ જુલાઈ ૨૦૨૫ ના રોજ બીજી વખત, તા. ૧૩ જુલાઈ
૨૦૨૫ ના રોજ આ ચોમાસાની સીઝનમાં ત્રીજી વખત 100% ભરાયો છે. ભાવનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા શેત્રુજી ડેમમાં પાણીની
આવક શરૂ થઇ છે.
શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા
તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને
સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરાયા

Recent Comments