બનાસકાંઠાના ભાભરમાં વિદ્યાર્થીને અક્ષર સારા ન આવતા માર મારવાના આક્ષેપ
માર માર્યાનો આક્ષેપ કરાયા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાસકાંઠાના ભાભરમાં ડેરિયાવાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. શિક્ષક ચિંતન ચૌધરીએ વિદ્યાર્થીને ગાલ અને પીઠ પર માર માર્યાનો આક્ષેપ કરાયા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાસકાંઠા જીલ્લામાં ભાભર તાલુકામાં આવેલી ડેરિયાવાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક ચિંતન ચૌધરીએ અક્ષર સારા ન આવતા ગાલ અને પીઠ પર માર માયાર્ાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ વિદ્યાર્થીને ઢોર માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે વાલીએ શિક્ષક પર આક્ષેપ કર્યો છે કે ફરિયાદ ન થાય એ માટે તેમના પર દબાણ કર્યું હતું. વાલી પર શિક્ષકે રાજકીય સામાજિક દબાણ કર્યા હોવાનું હાલ ખુલાસો થયો છે. શિક્ષકે વિદ્યાર્થીને સોટીથી માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યો હતો. જેથી આખર દબાણના વશ થયા વિના પિતાએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષકની ભૂમિકાને મોરવાડા અને ઉચોસન ખાતે પણ શંકાસ્પદ નજરે જાેવાઈ રહ્યું છે. અગાઉ બનાસકાંઠા જીલ્લામાં વડગામ તાલુકામાં ચંગવાડામાં આચાર્યએ ધોરણ ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને દીવાલ પર બેસવા બદલ ઢોર માર માર્યો હોય તેમ વાલીએ આક્ષેપ કર્યો છે. આ મામલે વિદ્યાર્થીના વાલીએ પોલીસને રજૂઆત કરી છે. પાલનપુર સિવિલમાં વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો છે. હજુ થોડા દિવસ અગાઉ ગળતેશ્વર તાલુકાના ડભાલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષકે ઢોર માર માર્યાનું સામે આવ્યું હતું. વાલીએ તેમની દીકરીને શિક્ષક દ્વારા માર મરાતા શાળામાં હોબાળો મચાવ્યો હતો તેમજ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોએ પણ હોબાળો કર્યો હતો. ગ્રામજનોએ શિક્ષક વિરૂદ્ધ તપાસ કરવાની પણ માગ કરી છે.
Recent Comments