જય ભારત સાથ જણાવવાનું કે અમરેલી નગરપાલિકા દ્વારા અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીના બોર તેમજ અન્ય કામો કરવામાં આવેલ છે અને જે શહેર વિસ્તારમાં હાલ કાર્યરત છે. પરંતુ અમરેલી નગરપાલિકા ના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા મસમોટા ભ્રષ્ટાચાર આચરવાના હેતુથી આ કામો કે જે ભુતકાળમાં થઇ ગયેલ છે અને કાર્યરત છે તે બાબતે ફરી ટેન્ડર પ્રક્રિયા કરી હયાત કામ ને નવા કામમાં ફેરવવા અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવાની પેરવી પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા થઇ રહી છે અને ટેન્ડર આઈ.ડી.૧૯૧૩૬૮ થી કામો બહાર પાડવામાં આવેલ છે. તો આ મસમોટા ભ્રષ્ટાચારને અટકાવવા માટે અને કસુરવાર અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપર પગલાં લેવા માટે તાત્કાલિક ધોરણે આપના લેવલથી તપાસ કરાવીને યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવા રજુઆત છે. આ ભ્રષ્ટાચાર અંગે ટેન્ડર આઈ.ડી. ૧૯૧૩૬૮માં દર્શાવેલ શહેરમાં આવેલ તમામ ૧૩ પાણીના બોર કે જે કાર્યરત છે બીજાં ટેન્ડરમાં દર્શાવેલ સુસંગત કામો કે જે થઇ ગયેલ છે તેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. તો આ ટેન્ડરમાં દર્શાવેલ તમામ પાણીના બોરના તેમજ સુસંગત કામો પર સ્થળ પંચરોજ કામ થવું જોઈએ તેમાં અમો અમરેલી કોંગ્રેસ વિરોધપક્ષના તમામ નગર સેવકો તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રીને સાથે રાખી અને તેનું વિડીયો શુટિંગ સાથેનું પંચરોજ કામ કરવા અને આ પંચરોજ કામ થયા બાદ જે આ ટેન્ડર ઓપન કરવું તેવી અમારી માંગણી છે.
આવા મસમોટા ભ્રષ્ટાચારને જ્યારે અમો ઉજાગર કરી રહ્યા છીએ ત્યારે આપ સાહેબની સતા છે કે ઉજાગર કરેલા ભ્રષ્ટાચાર તાત્કાલિક ડામી દેવો તેમજ કસુરવાર દરેક અધિકારી તેમજ પદાધિકારી ઉપર યોગ્ય પગલા લઇ કાર્યવાહી કરવી અને આમ છતાં દિન ૧૫ માં આપના તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો અમો કોંગ્રેસના તમામ નગરસેવકો,શહેર કોંગ્રેસ તથા જિલ્લા પ્રમુખ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ઉપરાંત આ સદંતર ભ્રસ્ટાચાર થયેલ છે તેમ માની કાયદાનુસાર સલાહ મળ્યા મુજબ કાનુની કાર્યવાહી કરવાની ફરજ પડશે.
નકલ રવાના:-
મા.મુખ્યમંત્રીશ્રી,
મા. સચિવશ્રી-શહેરી વિકાસ અને ગૃહ વિભાગ
મા.કમિશનરશ્રી-શહેરી વિકાસ,ગાંધીનગર
મા.કમિશનરશ્રી-વિજિલન્સ શાખા,ગાંધીનગર
મા.કલેક્ટરશ્રી-અમરેલી
મા.ચીફ ઓફિસરશ્રી-અમરેલી નગરપાલિકા
મા.પરેશભાઈ ધાનાણીશ્રી-પુર્વ વિપક્ષ નેતા ગુજરાત વિધાનસભા
સંદીપ પંડ્યા
પ્રમુખશ્રી અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ
અમરેલી નગરપાલિકા દ્વારા અગાઉ થઇ ગયેલ કામો (પાણીના બોર) તેમજ અન્ય કરોડોના કામ બાબતે ફરી વખત ટેન્ડર બહાર પાડી કરોડો રૂપિયા ના ભ્રષ્ટાચાર કરવાના કૌભાડ આક્ષેપ

Recent Comments