ભાવનગર

એલાયન્સ ક્લબ ઓફ સોનગઢ પદ્માવતી દ્વારા ધોરણ 10 અને 12 ની છાત્રાઓને બોર્ડ પરીક્ષા તૈયારી માટે અસાઈન્મેન્ટ અને પેપર સેટનું વિતરણ કરવામાં આવ્યું

માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય, સોનગઢ ખાતે એલાયન્સ ક્લબ ઓફ સોનગઢ પદ્માવતી દ્વારા ધોરણ 10 અને 12 ની છાત્રાઓ માટે બોર્ડ પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખી અસાઈન્મેન્ટ અને પેપર સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છાત્રાઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો તથા પરીક્ષામાં આત્મવિશ્વાસ વધારવાનો હતો. કાર્યક્રમમાં ક્લબ સેક્રેટરી હંસાબેન ભોજ તથા ક્લબ સભ્ય પ્રજ્ઞાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.આ તકે સંસ્થાના પ્રમુખશ્રી શશીકાંતભાઈ ભોજે છાત્રાઓને પરીક્ષામાં સફળતા મળે એ માટે શુભેચ્છા આપી હતી.
તેમણે છાત્રાઓને નિયમિત અભ્યાસ, મહેનત અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપી હતી. એલાયન્સ ક્લબની આ શૈક્ષણિક પ્રવૃત્તિની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી.

Related Posts