fbpx
બોલિવૂડ

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ૨ઃ ધ રૂલ કમાણીના નવા રેકોર્ડ બનાવ્યા

અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા ૨ઃ ધ રૂલ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. પુષ્પા ૨ નો જાદુ માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ જાેવા મળી રહ્યો છે. પુષ્પા ૨ ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ૧૭૧.૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા દિવસે ૬૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મને રિલીઝ થયાને ૧૬ દિવસ વીતી ગયા છે અને આજે સિનેમાઘરોમાં તેનો ૧૭મો દિવસ છે. ચાલો જાણીએ ફિલ્મનું કુલ કલેક્શન ક્યાં પહોંચ્યું છે! ફિલ્મ પુષ્પા ૨ઃ ધ રૂલ રિલીઝ થયાને ૧૬ દિવસ વીતી ગયા છે. ફિલ્મે ભારતમાં ૧૫મા દિવસે ૯૯૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એટલે કે આ ફિલ્મ માત્ર બે અઠવાડિયામાં ૧૦૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. હવે રિલીઝનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. ફિલ્મે ૧૬મા દિવસે પણ સારી કમાણી કરી હતી.

જીટ્ઠષ્ઠાહૈઙ્મા અનુસાર, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મે ૧૬માં દિવસે બોક્સ ઓફિસ પર ૧૩.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મનું કુલ કલેક્શન ૧૦૦૦ કરોડને પાર કરીને ૧૦૦૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જાે આપણે ભાષાના હિસાબે ફિલ્મના કલેક્શન પર નજર કરીએ તો તેલુગુમાં તેણે ૨૯૭.૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે હિન્દીમાં ૬૩૨.૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમિલમાં તેનું કલેક્શન ૫૨.૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. કન્નડમાં આ ફિલ્મ ૭.૧૬ કરોડની કમાણી કરીને આગળ વધી રહી છે. મલયાલમની વાત કરીએ તો પુષ્પા ૨ એ આ ભાષામાં ૧૩.૯૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આજે વીકએન્ડ હોવાથી તેનું કલેક્શન પાછલા દિવસ કરતાં સારું હોઈ શકે છે. આ ફિલ્મ આજે લગભગ ૧૫ કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. આંકડાઓની વાત કરીએ તો સમાચાર લખાય છે ત્યાં સુધી ફિલ્મે ૧૭માં દિવસે લગભગ ૩.૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તોફાનની જેમ ચાલી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં છે. અનસૂયા ભારદ્વાજ, સુનીલ, જગપતિ બાબુ, રાવ રમેશ અને જગદીશ પ્રતાપ ભંડારી વગેરેએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

Follow Me:

Related Posts