ભાવનગર

શિશુવિહાર ક્રીડાગણના પૂર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહ મિલન બીજી માર્ચે પૂર્ણિમા હોળી પ્રસંગે પારંપરિક લાઠી, લેઝીમ અને ડમ્બેલ્સ નું નિદર્શન

ભાવનગર શિશુવિહાર ક્રીડાગણના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન આગામી તારીખ 2 માર્ચ સોમવારે સાંજના 5/30 કલાકે શિશુવિહાર પરિસરમાં યોજાશે.

ફાગણ પૂર્ણિમા હોળી પ્રસંગે યોજનાર કાર્યક્રમમાં પારંપરિક રીતે લાઠી, લેઝીમ અને ડમ્બેલ્સ નું નિદર્શન ઉપરાંત ક્રીડાંગણના 10 ઉત્તમ તાલીમાર્થીઓનું અભિવાદન થશે.શિશુવિહાર બાલમંદિરના  પૂર્વ આચાર્ય શ્રી કોકીલાબેન જાનીના અધ્યક્ષસ્થાને યોજનાર  હોળી ઉત્સવમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી પ્રા. ડૉ. રક્ષાબેન દવે, પી. એન.આર ટ્રસ્ટના માધ્યમથી વિશિષ્ટ બાળકોને સક્રિય જીવન સાથે જોડનાર ર્ડા.કવિતાબેન શાહ તેમજ ભારતીય વાયુસેનામાં એરબેઝ સંચાલક અને સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી શ્રી અનિલભાઈ મકવાણા નું વિશિષ્ટ અભિવાદન થશે.

 સ્નેહ ભોજન સાથે યોજનાર કાર્યક્રમમાં ભાગ લેવા માગતા સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓએ ક્રીડાંગણ સંચાલક શ્રી કમલેશભાઈ વેગડ ( સંપર્ક નંબર 9558757563) ને મળી પોતાના પ્રવેશપત્રો મેળવી લેવા વિનંતી છે.

Related Posts