રાષ્ટ્રીય

એમેઝોનના આઉટેજથી ડિજિટલ દુનિયા હચમચી: એલેક્સા, ચેટજીપીટી, સ્નેપચેટ અને ફોર્ટનાઇટ સહિત અસંખ્ય એપ્સ થઈ બંધ

એમેઝોન વેબ સર્વિસ (AWS) આઉટેજ થતાં દુનિયાભરની ઘણી સર્વિસ કામ કરતી બંધ થઈ ગઈ હતી. આ એક ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી સર્વિસ છે. એમાં એલેક્સા, ચેટજીપીટી, સ્નેપચેટ અને ફોર્ટનાઇટનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના ઇસ્ટ-1 વિસ્તાર જે એમેઝોન વેબ સર્વિસિસનું ખૂબ જ મહત્ત્વનું હબ કહેવાય છે એમાં ખામી આવી હતી. એના કારણે દુનિયાભરના ઘણાં પ્લેટફોર્મ કામ કરતાં બંધ થઈ ગયા હતા. આ સર્વિસ જે વિસ્તારમાં બંધ થઈ હતી ત્યાં ઘણી કંપનીઓ આવેલી છે. ભારતમાં 20 ઓક્ટોબરે બપોરના સમયે આ સમસ્યા શરૂ થઈ હતી અને એ ખૂબ જ ઝડપથી ઘણી એપ્લિકેશનમાં જોવા મળી રહી હતી.AWS દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે અમેરિકાના ઇસ્ટ-1માં આવેલા ડેટા સેન્ટરમાં સમસ્યા આવી હોવાથી આઉટેજ જોવા મળ્યું છે. આ ડેટા સેન્ટર દુનિયાભરના ઇન્ટરનેટ ટ્રાફિકને કન્ટ્રોલ કરે છે. EC2 (ઇલાસ્ટિક કમ્પ્યુટ ક્લાઉડ) અને S3 (સિમ્પલ સ્ટોરેજ સર્વિસ) જેવી મુખ્ય AWS સેવાઓમાં જ્યારે ખામી આવતી જાય ત્યારે એનું ચેઇન રિએક્શન આવે છે. એના કારણે અન્ય સર્વિસ પર અસર થાય છે. AWSની હોસ્ટિંગ, સ્ટોરેજ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ પર ઘણી કંપનીઓ નિર્ભર રહે છે એટલે લોકલ લેવલ પર પણ કંઈ ખામી આવી તો એની અસર દુનિયાભરમાં જ્યાં જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે ત્યાં જોવા મળે છે.આ આઉટેજની મુખ્ય સમસ્યા નેટવર્ક કોન્ફિગ્યુરેશન એરર હતી. એના કારણે બે સર્વિસ વચ્ચે કોમ્યુનિકેશન નહોતું થઈ રહ્યું. આ કોન્ફિગ્યુરેશન ખોટું થયું હોવાથી સિસ્ટમ ઓવરલોડ થઈ ગઈ હતી અને એના કારણે દુનિયાભરમાં ડાઉનટાઇમ જોવા મળ્યો હતો. AWSના એન્જિનિયર્સ દ્વારા તરત જ ટ્રાફિકને બીજી તરફ વાળવામાં આવ્યું હતું અને સર્વિસને રિસ્ટોર કરવાની કોશિશ શરૂ કરવામાં આવી હતી. આ રિકવરી માટે ઘણાં કલાકોનો સમય લાગ્યો હતો.એલેક્સા : સ્માર્ટ સ્પીકર્સ અને ડિવાઇસ વોઇસ કમાન્ડનો જવાબ નહોતાં આપી રહ્યાં. એનાથી યુઝર્સ સ્માર્ટ હોમને કન્ટ્રોલ નહોતા કરી શક્યા. તેમ જ ઇન્ફોર્મેશન પણ એક્સેસ નહોતા કરી શક્યા.

ચેટજીપીટી : AI ચેટબોટમાં ડાઉનટાઇમ આવ્યો હતો. એમાં ઘણી એરર આવી હતી જેના કારણે યુઝર્સને જવાબ નહોતા મળી રહ્યાં

સ્નેપચેટ : મેસેજ અને મીડિયા શેરિંગમાં સમસ્યા આવી રહી હતી. એ સેન્ડ નહોતા થઈ રહ્યાં હતા. ઘણાં યુઝર્સ લોગ ઇન પણ નહોતા કરી શકતા હતા.

ફોર્ટનાઇટ અને એપિક ગેમ્સ : આ ગેમ્સના રસિયાઓને લોગ ઇન કરવામાં સમસ્યા થઈ રહી હતી. તેમને મેચ પણ નહોતી ફિક્સ થઈ રહી. સર્વર ક્રેશ થઈ રહ્યું હતું જેથી દુનિયાભરમાં કોઈ ગેમ નહોતું રમી શક્યું.એમેઝોન દ્વારા આ વિશે તરત જ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એમેઝોન દ્વારા કહ્યું કે ‘AWSની સર્વિસમાં અમેરિકાના ઇસ્ટ-1 વિસ્તારમાં સર્વિસમાં ખામી આવી છે એની અમે પુષ્ટિ કરીએ છીએ. AWS સપોર્ટ સેન્ટર અને સપોર્ટ APIને કારણે અન્ય સર્વિસમાં પણ એની અસર જોવા મળી શકે છે.’ ત્યાર બાદ AWS દ્વારા સફાઈ આપવામાં આવી હતી કે ડાયનેમોડીબી અને એને લગતી સર્વિસમાં ખામી હતી. આ વિસ્તારના ડેટા સેન્ટર પર જે પણ કંપની નિર્ભર છે એની સર્વિસ ડાઉન થઈ હોવાનું તેમણે કહ્યું હતું.20 ઓક્ટોબરે થયેલા આઉટેજને કારણે AWS પર જે નિર્ભરતા રહેલી છે એના પર હવે સવાલ ઉઠી રહ્યાં છે. આ સર્વિસ ઇન્ટરનેટની મોટાભાગની સર્વિસને કન્ટ્રોલ કરે છે. એ ડાઉન થતાં ઘણાં બિઝનેસને ખૂબ જ નુકસાન થયું છે. યુઝર્સ કોઈ સર્વિસનો ઉપયોગ નહોતાં કરી શકતા. તેમ જ ક્લાઉડ સર્વિસ પરનો લોકોનો વિશ્વાસ હવે ડગમગી ગયો છે. એમેઝોન દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ સર્વિસને ખૂબ જ સારી બનાવશે અને આ પ્રકારની એરર ન આવે એની ખાતરી રાખશે. જોકે હવે એક્સપર્ટ કહી રહ્યાં છે કે આ સર્વિસને અલગ-અલગ જગ્યાએ વહેંચવાથી તમામ સર્વિસને અસર થતી અટકાવી શકાય છે.

Related Posts